Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોબામાં દરિયો:કબૂલાત

    1 day ago

    રેખાબા સરવૈયા સમશેરસિંહ આજકાલ પથારીવશ હતા. જાણે કે ઘાયલ સિંહ સૂનમૂન થઈને પડ્યો હોય એમ આખો દિવસ ખાટલામાં પડ્યા રહે. જો કે એમ કર્યા સિવાય એની પાસે વિધાતાએ બીજો કોઈ વિકલ્પ પણ છોડ્યો નહોતો. ખાટલામાં ઝાડો–પેશાબ કરનાર વ્યક્તિ કરી કરીને પોતાનાં ઉપર કેટલુંક અભિમાન કરી શકે? પેરેલિસિસનાં એટેક પછીની આખી પરિસ્થિતિ જુદી. પોતાની રોજિંદી નાની ક્રિયાઓ માટે પણ જ્યારે બીજી વ્યક્તિ પર આધાર રાખવો પડતો હોય ત્યારે માણસને જીવનમાં લાચારી નામની ચીજનો સાક્ષાત્કાર થાય છે, એવું જ કંઈક સમશેરસિંહ સાથે થયું. જ્યાં સુધી શરીર લકવાગ્રસ્ત નહોતું ત્યાં સુધી તો સમશેરસિંહ કોઈને જવાબ પણ ન આપતાં. આપખુદ શાહી એટલી કે શાકમાં તેલ–મરચું ઓછું–વત્તુ થયું હોય તો થાળીનો સીધો ઘા થાય રસોડાનાં ઉંબરા લગી... ધણીને કેવો સ્વાદ ભાવે એનું આટલા વરસેય તમને ભાન નથી પડતું? તીખા–તીખા વેણ પણ પત્ની સુધી પહોંચે. પતિનાં વેણથી સમજૂબાનું મન ભાંગીને ભુક્કો થઈ જતું પણ ખાનદાનીનો ખખડતો અવતાર સમા આ સમજૂબા હરફ ઉચ્ચાર્યા વગર સંસાર નિભાવી ગયા. એવા આકરા મિજાજનાં ધણી હવે સાવ પરવશ...! દિવસો વીતે એમ એમ ખાટલામાં પડ્યે પડ્યે સમશેરસિંહમાં કંઈક પરિવર્તન આવતું હોય એવું સમજૂબાએ નોંધ્યું. હમણાં હમણાંથી તો જાણે સરખી હેડીનાં ભાઈબંધ સાથે નિખાલસતાથી વાતો વહેંચતા હોય એમ પત્નીને પોતાનાં પરણ્યા પેલાનાં જીવનની વાતો કર્યે જાય. ‘તમને નવાઈ તો લાગશે પણ હું પહેલેથી આવો નહોતો હોં... કોલેજમાં ઘણીય છોકરીઓ મારા પર મરતી, મેં બહુ જલસા કર્યા પણ હા... હોં.... કોઈને છેતરીને નહીં! એ આપણો સિદ્ધાંત.... ને તમને ખબર છે રામપરવાળા મામાની દીકરી ખરીને, ઈ તો પંડય પોતાની ઓઢણીથી મારી મોજડી સાફ કરતી મારા ઉપર એને એવો પ્રેમ! મારે પરણવું’તું પણ એની જ હારે... પણ આ વચમાં હરિપરવાળા ફૈબાસા તમારું માગુ લઈને કાકાબાપુ પાસે આવ્યા ને ન જાણે શુંય વાતુ ને વખાણ કર્યા ઈતો... રામ જાણે પણ હું એટલું જાણું કે રામપરવાળા મામાની દીકરીનું દિલ મેં અજાણતાં જ દુ:ભાયું... આ લકવો કદાચ એનું જ કરમફળ...! સાચું પૂછો તો ઈ બાઈનાં નિહાકા લાગી ગયા મને હોં.... નકર ઉડતાં પંખીને પાડનારો આ સમશેરસિંહ આમ રાંક થઈને ખાટલામાં ફીડલુ વળીને પડ્યો રહે, ઈ વાતમાં શું માલ તમે જ કયો લ્યો!? એકી શ્વાસે બોલ્યા પછી સમશેરસિંહ સાવ ચૂપ થઈ ગયા. એની આંખોમાં આતુરતા હતી કે સમજૂબા શું પ્રતિભાવ આપે છે આ વાતોનો, પણ સમજૂબા તો સાડીનો છેડો માથા પર ઠીકઠાક કરીને ઉઠ્યા, પાણીનો પ્યાલો પતિનાં મો પાસે લઈને એટલું જ બોલ્યા: ‘લ્યો, પી લ્યો... ગળું સુકાય ગયું ઠામુકું!’ સમશેરસિંહ વિસ્ફૂરિત નજરે પત્નીને જોઈને વિચારી રહ્યા... પત્નીએ મારી આ કબૂલાતને અવગણી હતી કે પછી મને માફ કર્યો હતો?
    Click here to Read More
    Previous Article
    ખબરનામા:બાળકોની સારવાર માટે ફંડ ભેગું કર્યું, ફોર્બ્સ યાદીમાં સ્થાન મળ્યું
    Next Article
    રસથાળ:બજાર જેવા જ ટેસ્ટી જામ હવે ઘરે બનાવો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment