Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસથાળ:બજાર જેવા જ ટેસ્ટી જામ હવે ઘરે બનાવો

    1 day ago

    મેંગો જામ સામગ્રી : પાકી કેરીનો પલ્પ- 2 કપ, ખાંડ-1 કપ, ઈલાયચી પાવડર, અડધી ચમચી, કેસરના તાંતણા, લીંબુનો રસ-1થી 2 મોટી ચમચી રીત : કેરીના પલ્પને મિક્સરમાં બરાબર પીસી લો જેથી તે એકદમ સ્મૂધ થઈ જાય. તેને ગરણીથી ગાળી લેવો જેથી રેસા નીકળી જાય. હવે જાડા તળિયાવાળી કડાઈ કે નોન-સ્ટીક પેનમાં કેરીનો પલ્પ, ઈલાયચી પાઉડર, કેસર અને ખાંડ મિક્સ કરીને મધ્યમ આંચ પર ગરમ મૂકો. મિશ્રણને સતત હલાવતા રહો જેથી તળિયે ચોંટી ન જાય. ખાંડ ઓગળશે એટલે મિશ્રણ થોડું પાતળું થશે, પણ ધીમે-ધીમે તે ઘટ્ટ થવા લાગશે. લગભગ 12થી 15 મિનિટ સુધી ધીમી આંચ પર પકવ્યા પછી જામ ઘટ્ટ અને ચળકતો દેખાવા લાગશે. ગેસ બંધ કરી લીંબુનો રસ મિક્સ કરી લો. સંપૂર્ણપણે ઠંડો થઈ જાય એટલે કાચની સાફ અને એર-ટાઈટ બરણીમાં ભરી લો. એપલ જામ સામગ્રી : મોટા સફરજન (છાલ ઉતારીને છીણેલા)-2 નંગ, ખાંડ-પોણો કપ, લીંબુનો રસ, ઈલાયચી પાઉડર-અડધી ચમચી રીત : પેનમાં છીણેલું સફરજન અને ખાંડ મિક્સ કરી ધીમા તાપે ચઢવા દો. સફરજનનું પાણી બળી જાય અને એકદમ સોફ્ટ લચકા પડતું થાય ત્યાં સુધી હલાવતા રહો. ઈલાયચી પાઉડર અને લીંબુનો રસ ઉમેરીને બે મિનિટ થવા દો અને ગેસ બંધ કરી દો. મિક્સ ફ્રૂટ જામ સામગ્રી : મિક્સ ફ્રૂટ્સની પ્યુરી-1 કપ (સફરજન, કેળા, પપૈયું, અનાનસ અને કાળી દ્રાક્ષને મિક્સરમાં ક્રશ કરી લેવા), ખાંડ-1 કપ, લીંબુનો રસ-1 ચમચી રીત : ફ્રૂટ પ્યુરી અને ખાંડને નોન-સ્ટીક પેનમાં સતત હલાવતા રહો જેથી તે તળિયે ચોંટી ન જાય. જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈને જેલી જેવું બનવા લાગે, ત્યારે લીંબુનો રસ મિક્સ કરી લો. ઠંડું થયા પછી કાચની બરણીમાં ભરી લો. ઓરેન્જ જામ સામગ્રી : સંતરાનો પલ્પ-2 કપ, છીણેલી સંતરાની છાલ-4 ચમચી, ખાંડ-1 કપ, લીંબુનો રસ-1 ચમચી આ જામમાં પલ્પની સાથે તેની છાલનો સ્વાદ પણ ખૂબ સારો લાગે છે. રીત : એક પેનમાં સંતરાનો પલ્પ, છીણ અને ખાંડને ઉકાળો. સંતરાની છાલ સોફ્ટ થાય અને મિશ્રણ ઘટ્ટ ચાસણી જેવું થાય ત્યાં સુધી પકાવો. છેલ્લે લીંબુનો રસ મિક્સ કરો. આ જામનો ખાટો, મીઠો અને હળવો કડછો સ્વાદ મજેદાર લાગે છે. મસાલામામી કહે છે... જામ પરફેક્ટ બન્યો છે કે નહીં? બજારના કેમિકલ અને પ્રિઝર્વેટિવ વાળા જામ કરતાં ઘરે બનેલા જામ બાળકો માટે હેલ્ધી અને ટેસ્ટી ઓપ્શન છે. તેને બ્રેડ, પરોઠાં કે પુડિંગ સાથે સરસ લાગશે... પ્લેટ ટેસ્ટ જામ બનાવતા પહેલાં એક સ્ટીલ કે કાચની પ્લેટને ફ્રિજમાં ઠંડી કરવા મૂકી દો. જામ ઘટ્ટ થાય એટલે ફ્રિજમાંથી પ્લેટ કાઢી તેના પર જામનું એક ટીપું રેડો. હવે પ્લેટને થોડી ત્રાંસી કરો. જો જામ પાણીની જેમ વહી જાય, તો તેને હજુ થોડો પકવવાની જરૂર છે. પણ જો તે જેલીની જેમ ધીમેથી ખસે અથવા એક જગ્યાએ જામી જાય, તો સમજો જામ તૈયાર છે! સુગર-ફ્રી જામ હેલ્થ કોન્શિયસ હો અથવા કોઈને ડાયાબિટીસ હોય, તો ખાંડના બદલે ઓર્ગેનિક ગોળ, મધ અથવા સ્ટીવિયાનો ઉપયોગ કરી શકો છો. માત્ર બ્રેડ જ કેમ? જામનો ઉપયોગ આ રીતે પણ કરી શકો છો. બાળકોના લંચ બોક્સમાં પરાઠા પર જામ લગાવી તેનો રોલ આપો. વેનીલા આઇસક્રીમ પર જામ રેડીને નવો ફ્લેવર આપો. મિલ્કશેક/સ્મૂધીમાં જામ ઉમેરો. જામ સ્ટોરેજ ગાઇડ ઘરે બનાવેલા જામમાં કેમિકલ પ્રિઝર્વેટિવ્સ નથી હોતા, તેથી કાચની બરણીને ગરમ પાણીમાં ઉકાળીને બરાબર સૂકવી લો. જામ કાઢવા માટે હંમેશાં સૂકી ચમચીનો જ ઉપયોગ કરો. સહેજ પણ ભેજ જામને બગાડી શકે છે. ફ્રિજમાં સ્ટોર કરવાથી 2થી 3 મહિના સુધી ફ્રેશ રહે છે.
    Click here to Read More
    Previous Article
    ખોબામાં દરિયો:કબૂલાત
    Next Article
    કેરળમાં નિપાહ વાયરસનો કેસ મળ્યો:દેશમાં 8મી વખત ફેલાયેલું સંક્રમણ, 75% સુધી મૃત્યુ દર; ડૉક્ટર પાસેથી જાણો સારવાર અને બચાવ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment