Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુનામી:સાસુ જવાબદારીઓને સમજે, વહુ પોતાની ફરજો ને!

    3 दिन पहले

    જો જમાઈએ સસરાનાં ઘરે હંમેશ માટે રહેવાનું હોત તો જમાઈ અને સસરા વચ્ચે સાસુ અને વહુ વચ્ચે થાય છે એવા રિસામણાં-મનામણાં થતા હોત? ભીંડાનું શાક કેમ બનાવ્યું કે ખાંડનો ડબ્બો ત્રીજા ખાનામાંથી બીજા ખાનામાં કેમ મૂક્યો કે મને લાલ મરચું જ ભાવે છે તો લીલું મરચું કેમ નાખ્યું કે શો-કેસમાં મૂકેલા બતકની ચાંચની દિશા કેમ ફેરવી એવી વાતોએ સસરા અને જમાઈ વચ્ચે ઝગડા થાત? અમારી પ્રાઈવસી નથી સચવાતી કે તમારી મરજી પ્રમાણે તો ઘર નહીં જ ચાલે કે સવારે વહેલા તો ન જ ઉઠું કે ચા સાથે બટાકાપૌંઆ કેમ નહીં બનાવ્યા કે અમારે મિત્રો સાથે બહાર જવું પડે-રિફ્રેશ થવા ફિલ્મો પણ જોવી પડે-કોફી ડેટ પર તો જવું જ પડે-તો તમે બાળકોને સાચવો જેવા અધિકારો વારે-વારે-ડગલે ને પગલે એનકેશ કરાતા હોત? જમાઇ અને સસરા વચ્ચે દીકરી પર અધિકાર કોનો કે દીકરી કોનું કહેલું સાંભળે એ વાતે હુંસાતુંસી કે બોલાચાલી થતી હોત!?? જમાઇ અને સસરા એકબીજાને ટોણાં મારતા હોત? એકબીજાની પાછળ મોઢું ચઢાવતા હોત? *** આપણે ત્યાં સાસુ અને વહુનો સંબંધ બહુ અજીબ છે-શરૂઆતમાં વહુએ સાસુ સાથે રહેવું પડે છે અને પાછળથી સાસુ પાસે વહુ સાથે રહેવા સિવાય છૂટકો નથી હોતો. આ બંને અંતિમો વચ્ચે સાસુ-વહુ ‘પટ્ટ-ચિત્ત’ની રમત રમતા રહે છે. આ રમત મૂળભૂત રીતે દીકરા અને પતિ પરનાં અધિકારોથી શરૂ થાય છે અને એકબીજા પરનાં અધિકાર સુધી પહોંચી જાય છે. જે પરિવારોમાં આજે પણ સંયુક્ત પરિવારનું કલ્ચર છે એટલે કે જ્યાં કાકાઓ-કાકાઓનાં સંતાનો કે ત્રણ-ચાર ભાઇઓ અને એમનો પરિવાર એકસાથે રહે છે એવા પરિવારમાં સાસુનો મલાજો જળાયેલો રહે છે પણ જ્યાં વિભક્ત પરિવાર છે-સાસુ-સસરા અને દીકરો વહુ એકલા રહે છે ત્યાં સાસુ-વહુ વચ્ચે ફરજ અને અધિકારો વચ્ચેનું શીતયુદ્ધ ચાલતું રહે છે. હવે કેટલાક પરિવારોને બાદ કરતા સાસુઓ વહુઓને દહેજ માટે ત્રાસ આપતી નથી, કેટલાક પરિવારોને બાદ કરતા સાસુને પૂછ્યા વિના પાંદડું પણ ના હાલે એવી સ્થિતિ રહી નથી-આવા સમયે પીસાવાનું, ગૂંગળાવાનું ક્યાં તો સાસુનાં પક્ષે આવે છે અને ક્યાં તો વહુઓનાં પક્ષે! આપણે ત્યાં પરાપૂર્વથી સાસુને વિલન તરીકે ચીતરી દેવાઇ છે-સાસુ ત્રાસ આપે, સાસુ દુખ આપે, સાસુ ટોણાં મારે-અને વહુ બિચારી ધૂંઘટ નીચો કરી ડૂસ્કા સારતી રહે આવું ફિલ્મોમાં બતાવાતું રહ્યું છે-હવે સાડા દસ-અગિયાર વાગ્યે માંડ ઉઠતી વહુઓ, તૈયાર ભાણે જમતી વહુઓ-ટોણાં મારતી વહુઓ-મર્યાદા બાજુ પર મૂકી સામા જવાબ આપતી વહુઓ પર પણ ફિલ્મ બનવી જોઇએ! સસરા અને જમાઇ વચ્ચે આવી માથાકૂટો થતી નથી એનું કારણ એ લોકો એક ઘરમાં સાથે રહેતા નથી એવું નથી પણ સ્ત્રી અને પુરૂષ આ બંને વચ્ચેનાં ઇમોશનલ ક્વોશન્ટમાં જમીન-આસમાનનું અંતર છે. સ્ત્રીનો અધિકારભાવ અને પુરૂષનો અધિકારભાવ જુદો છે-સ્ત્રીનું નેતૃત્વ અને પુરૂષનાં નેતૃત્વ વચ્ચે પણ ફરક છે. સાસુ-વહુ એકબીજાનાં હરીફ બની જાય છે, એકબીજા સાથે ડીલ કરતી વખતે ઇગોને વચ્ચે લઇ આવે છે-વહુ સાસુની સરખામણી એની મા સાથે કરે છે અને સાસુ વહુની સરખામણી એની દીકરી સાથે કરી લે છે-સમસ્યાનું મૂળ અહીંયાથી જ શરૂ થાય છે. દુનિયાની કોઇ સાસુને પોતાની વહુ સાથે ફાવવાનું નથી અને દુનિયાની કોઇ વહુને સાસુ સાથે પ્રોબ્લેમ થયા વિના રહેવાનો નથી. પહેલા સંયુકત પરિવારોની વિભાવના જુદી હતી-એ સમયે ઇગો ઇશ્યૂઝ મોટા ન્હોતા થતા કારણ કે એટલું એક્સપોઝર રહેતું નહોતું, હવે એક્સપોઝર વધી ગયું છે-સંયુક્ત પરિવારો નાના બની ગયા છે અને ઇગો ઇશ્યૂઝ વધી ગયા છે. ઘણાં પરિવારો આ સમસ્યાને ટાળવા એક જ બિલ્ડીંગમાં ઉપર-નીચે કે સામસામેનાં ફ્લેટમાં રહેવા માંડ્યા છે-ઘર જુદા, જવાબદારીઓ જુદી અને ફરજો જુદી-પહેલા સાથે રહેવું એ તાકાત ગણાતી હવે થોડા દૂર રહીને સાથે રહેવું-એને તાકાત કહેવાય છે. અત્યારની સાસુઓ મોડિફાઇ થઇ છે હવે વહુઓનો વારો છે-વહાલમાં, જવાબદારીઓમાં, ફરજમાં મોડિફિકેશન લાવવાનો!
    Click here to Read More
    Previous Article
    સજાવટ:કિચન આઈલેન્ડ: આધુનિક રસોડાનું નવું હાર્દ
    Next Article
    પરખ:તમે ગ્રેટ, ગ્રેટર, ગ્રેટેસ્ટ ડેડી છો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment