Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સજાવટ:કિચન આઈલેન્ડ: આધુનિક રસોડાનું નવું હાર્દ

    3 दिन पहले

    દિવ્યા દેસાઇ આધુનિક ગૃહ સજાવટમાં રસોડું માત્ર રસોઈ બનાવવાની જગ્યા નથી રહ્યું, પરંતુ તે ઘરના સભ્યો માટે એક સોશિયલ હબ બની ગયું છે. આજે ‘કિચન આઈલેન્ડ’ અને ‘બ્રેકફાસ્ટ કાઉન્ટર’ મોડ્યુલર કિચનની સૌથી લોકપ્રિય અને આકર્ષક ડિઝાઈન ગણાય છે. રસોડાની બિલકુલ વચ્ચે બનાવવામાં આવતું આ સ્વતંત્ર અને મોટું પ્લેટફોર્મ મલ્ટી-ટાસ્કિંગ સ્પેસ તરીકે કામ કરે છે. એક સાથે અનેક જરૂરિયાતો પૂરી કરે છે વધારાની વર્કસ્પેસ: રસોઈ બનાવતી વખતે શાકભાજી સુધારવા, લોટ બાંધવા કે વાસણો ગોઠવવા માટે આ પ્લેટફોર્મ મોકળાશ આપે છે. ડાઈનિંગ ટેબલનો વિકલ્પ: તેની આસપાસ ઊંચી સ્ટૂલ અથવા ચેર ગોઠવીને તેને આરામથી ‘બ્રેકફાસ્ટ કાઉન્ટર’ કે મિની ડાઈનિંગ ટેબલ તરીકે વાપરી શકાય છે. સવારની ભાગદોડમાં ડાઈનિંગ ટેબલ સુધી દોડવાને બદલે ગરમાગરમ નાસ્તો સીધો અહીં જ સર્વ કરી શકાય છે. સ્માર્ટ સ્ટોરેજ: આ પ્લેટફોર્મની નીચે કેબિનેટ્સ, ડ્રોઅર્સ અને પ્રોવિઝન રેક બનાવી શકાય છે, જેમાં રસોડાના મોટા વાસણો કે કટલરી સરળતાથી સાચવી શકાય છે. જગ્યાની બચત અને સોશિયલ કનેક્ટિવિટી નાના કે મધ્યમ કદના ઘરોમાં, જ્યાં અલગ ડાઈનિંગ રૂમ માટે જગ્યા નથી હોતી, ત્યાં આ કન્સેપ્ટ વરદાન સમાન છે. તે ઓપન લિવિંગ-કિચન એરિયાને એક મોર્ડન લુક આપે છે. ઉપરાંત, જ્યારે ઘરમાં મહેમાનો કે મિત્રો આવ્યા હોય, ત્યારે ગૃહિણી રસોડામાં એકલી નથી પડી જતી. મહેમાનો બ્રેકફાસ્ટ કાઉન્ટર પર બેસીને વાતચીત કરી શકે છે અને રસોઈનો આનંદ માણી શકે છે. બાળકો અહીં બેસીને પોતાનું હોમવર્ક પણ કરી શકે છે. આકર્ષક લુક અને આધુનિક પ્લગ પોઈન્ટ્સ કિચન આઈલેન્ડ પર આકર્ષક હેંગિંગ લાઈટ્સ (Pendant Lights) અને પ્રીમિયમ માર્બલ, ક્વાર્ટઝ કે ગ્રેનાઈટ ટોપ લગાવવાથી આખાય ઘરનો લુક લક્ઝુરિયસ બની જાય છે. આજકાલ આઇલેન્ડ કાઉન્ટર પર છૂપા પૉપ-અપ ઇલેક્ટ્રિક પ્લગ અને યુએસબી ચાર્જિંગ પોઇન્ટ્સ પણ મૂકવામાં આવે છે. આનાથી રસોઈ કરતી વખતે ડિજિટલ સ્ક્રીન પર રેસિપી જોવી કે લેપટોપ પર કામ કરવું ખૂબ સરળ બને છે. રોશની અને યોગ્ય જાળવણી આઇલેન્ડ કાઉન્ટરની ઉપર એલઇડી પ્રોફાઇલ લાઇટ્સ કે ફોકસ લાઇટ્સ મૂકવાથી રસોઈ કામમાં પૂરતો પ્રકાશ મળે છે. વળી, ડાઘ ન પડે તેવા ક્વાર્ટઝ મટીરિયલનો ઉપયોગ કરવાથી સફાઈ ખૂબ સરળ બને છે.
    Click here to Read More
    Previous Article
    એકબીજાને ગમતાં રહીએ:સહુ ‘જુદાં’ છે, એબ્નોર્મલ કશું નથી
    Next Article
    સુનામી:સાસુ જવાબદારીઓને સમજે, વહુ પોતાની ફરજો ને!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment