Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીઠી મૂંઝવણ:પપ્પાના મિત્રની દીકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે, પણ મારે આ વાત એને કઇ રીતે કહેવી?

    3 days ago

    મોહિની મહેતા પ્રશ્ન: મારી ઉંમર ત્રીસ વર્ષ છે. હું એક સ્કૂલમાં શિક્ષિકા છું. મારી સાથે કામ કરતા એક શિક્ષક વિધુર છે. એ અવારનવાર મને આડકતરી રીતે લગ્ન માટે પૂછે છે. ઘણી વાર તો સ્ટાફરૂમમાં આની ચર્ચા પણ થાય છે. મને આ બધું પસંદ નથી. શું કરું? { એક યુવતી ઉત્તર: તમારી સાથે કામ કરતા વિધુર શિક્ષક તમને અવારનવાર લગ્ન અંગે આડકતરી રીતે પૂછપરછ કરે છે, તેની પાછળ કદાચ તેમની ઇચ્છા તમારી સાથે લગ્ન કરવાની હોઇ શકે. તમે પહેલાં તો તેમની સાથે આ બાબતે સ્પષ્ટતા કરી લો કેમ કે તમારી ઉંમર પણ ત્રીસ વર્ષ છે. હવે સ્ટાફરૂમમાં આ અંગે ચર્ચા થાય છે અને તમને એ પસંદ નથી, તો આ અંગે સ્ટાફમાં એક વાર જણાવી દો કે તમારા વિશે તેઓ જે ચર્ચા કરે છે, તે તમને નથી ગમતું અને દરેક વ્યક્તિની અંગત જિંદગી છે. પોતે ઇચ્છે તે મુજબ જીવે. તમે એક વાર સ્પષ્ટ અને કડક શબ્દોમાં કહી દેશો. પ્રશ્ન: હું જ્યાં જોબ કરું છું, ત્યાં મારી સાથેની કેટલીક યુવતીઓ વારંવાર મારી કોઇને કોઇ બાબતે ખામી કાઢ્યા કરે છે. ક્યારેક કોઇને મારા બોલવા સામે વાંધો પડે છે, તો કોઇને હું મસ્તીમજાક કરું તે નથી ગમતું. મને આથી દુ:ખ થાય છે કે હું સૌને પોતાનાં માનીને વર્તું છું, તો એ બધા કેમ મારી સાથે આ રીતે વર્તે છે? મારે શું કરવું? { એક મહિલા ઉત્તર: સૌથી પહેલી વાત તો એ કે તમે જોબ કરવા જાવ છો. જોબ કરતાં હો, ત્યાં વધારે વાતો કરવી કે મસ્તીમજાક કરવી યોગ્ય નથી. તમારી સાથે જે કામ કરે છે, તેમની સાથે કામ પૂરતો સંબંધ રાખો. તમે બધાને પોતાના માનતાં હો, તો એ તમારી ભૂલ છે, કેમ કે તમે જોબ કરો છો. તમારું કામ કરીને ઘરે જાવ. કોઇની સાથે વાતો કરવાની કે મસ્તીમજાક કરવાની જરૂર નથી. કામ પૂરતા સંબંધો ઠીક છે. આજના જમાનામાં હવે પોતાના જ જ્યારે પોતાના નથી થતાં, તો પારકાં લોકો માટે આવી આશા-અપેક્ષા રાખવાની અને દુ:ખી થવાની જરૂર નથી. વાતચીત અને મસ્તીમજાક મર્યાદિત કરી દઇને કામ પૂરતા જ સંબંધો રાખો. પ્રશ્ન: મારા દીકરાનું ઓપરેશન કરાવવાને કારણે બોલવામાં તકલીફ પડે છે. પહેલાં એ જોબ કરતો હતો, પણ હવે ઘરે છે. પુત્રવધૂએ ડિવોર્સ લીધા છે. મારી ઉંમર થઇ ગઇ હોવા છતાં હું જોબ કરું છું. મારા દીકરાને એ વિચાર નથી આવતો કે બાપ ક્યાં સુધી આ રીતે ખેંચશે? હું શું કરું? { એક પુરુષ ઉત્તર: તમારા દીકરાની ઉંમર તમે જણાવી નથી, પરંતુ એ ડિવોર્સી છે એટલે કદાચ બત્રીસ-પાંત્રીસ વર્ષનો તો હશે એમ માનીએ. વળી, તમે એ પણ જણાવ્યું નથી કે શેનું ઓપરેશન કરાવ્યું છે જેથી એને બોલવામાં તકલીફ પડે છે. છતાં તમારી સમસ્યા વિચારણીય તો છે જ. તમારા દીકરાએ તમારી સ્થિતિ સમજવી જોઇએ. આજકાલ અનેક કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમની સુવિધા પણ આપવામાં આવે છે. તમારો દીકરો આવી કોઇ જોબ શોધીને ઘરેથી કામ કરે, તો પણ તમને ઘણો ટેકો રહે. તમે એને સમજાવો કે એ એવી કોઇ જોબ શોધે અને તમને આધારરૂપ બને. એને પ્રેમથી સમજાવશો, તો કદાચ એનો આત્મવિશ્વાસ મજબૂત થાય અને એ જોબ કરે. પ્રશ્ન: મારાં લગ્નને બે વર્ષ થયાં છે. લગ્ન પહેલાં હું જોબ કરતી હતી, પણ પતિના કહેવાથી મે જોબ છોડી દીધી. હવે બે વર્ષ પછી મારા પતિનું કહેવું છે કે મારે જોબ કરવી જોઇએ જેથી ઘરમાં આર્થિક મદદ થાય. મારી જોબ કરવાની ઇચ્છા નથી. મારે શું કરવું? { એક મહિલા ઉત્તર: તમારાં લગ્ન થયાં પહેલાં તમે જોબ કરતાં હતાં. પતિના કહેવાથી તમે એ જોબ છોડી તે પગલું યોગ્ય તો નહોતું, પરંતુ એ વખતે તમારે કરિયર અને જીવનસાથી - બેમાંથી એકની પસંદગી કરવાની હતી. હવે તમારા પતિ આર્થિક મદદ માટે ઇચ્છે છે કે તમે જોબ કરો અને તમારી ઇચ્છા નથી. તો તમે આ બાબતે એક વાર શાંતિથી તમારા પતિ સાથે વાત કરો. તેમને જણાવો કે તમે લગ્ન પહેલાં જોબ કરતાં હતાં, તે છોડાવ્યા પછી હવે જોબ કરવાનું તેઓ કહે છે. તે તમને પસંદ નથી. તમે જોબ કરવા માગતાં નથી. એમને કહો કે તમે થોડી મુશ્કેલી સહન કરીને પણ ઘર ચલાવી લેશો. કદાચ તમારા પતિ આ વાત માની જાય. પ્રશ્ન: મેં એમબીએ કર્યું છે અને મારા પપ્પાના બિઝનેસમાં મદદ કરું છું. મારા માટે પરિવારજનો સારા પાત્રની શોધમાં છે, પરંતુ મને એક યુવતી ગમે છે. એ મારા પપ્પાના મિત્રની દીકરી છે. મારી ઇચ્છા એની સાથે લગ્ન કરવાની છે, પણ મને ડર લાગે છે કે એ મારા વિશે શું વિચારશે? મારે આ વાત કઇ રીતે કહેવી? { એક યુવાન ઉત્તર: તમે સારું ભણેલા છો અને પપ્પાના બિઝનેસમાં મદદ કરતા હોવાથી સેટલ પણ છો. સ્વાભાવિક રીતે જ તમારા પરિવારજનો તમારા માટે યોગ્ય પાત્ર શોધે. જો તમને તમારા પપ્પાના મિત્રની દીકરી પસંદ હોય અને એની સાથે લગ્ન કરવા ઇચ્છતા હો, તો પરિવારજનોમાંથી જે તમારી સૌથી નિકટ હોય તેમને આ વાત જણાવી શકો. એ યુવતી તમારા વિશે શું વિચારશે એવો ડર રાખવાની જરૂર નથી. આ સંબંધ થાય તો તમારા અને એ યુવતીના પરિવાર વચ્ચે મિત્રતાથી વિશેષ ગાઢ સંબંધ બંધાશે. જે સારી જ બાબત છે. તમે ઘરમાં વાત જરૂર કરો.
    Click here to Read More
    Previous Article
    મૂડ માઇન્ડ:બેસ્ટ માતા બનવાની દોડ કેટલી યોગ્ય
    Next Article
    એકબીજાને ગમતાં રહીએ:સહુ ‘જુદાં’ છે, એબ્નોર્મલ કશું નથી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment