Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૂડ માઇન્ડ:બેસ્ટ માતા બનવાની દોડ કેટલી યોગ્ય

    3 days ago

    ડો. સ્પંદન ઠાકર સ્કૂલ ફરી શરૂ થઈ ગઈ હતી. જાનવીની સવાર હવે એલાર્મ કરતાં પણ વહેલી શરૂ થતી હતી. દીકરાનું ટિફિન, હોમવર્ક, સ્કૂલ પ્રોજેક્ટ, ટ્યુશનનું શેડ્યૂલ, સ્પોર્ટ્સ ક્લાસ અને સાથે વોટ્સએપના પેરેન્ટ્સ ગ્રૂપમાં આવતા મેસેજ. એક દિવસ રાત્રે તેણે ફોનમાં એક બાળકનો વિડિયો જોયો.તેના મનમાં તરત વિચાર આવ્યો, ‘મારા બાળકને પણ કંઈક વધુ કરાવવું જોઈએ.’ બીજા બાળકો કેટલું બધું કરે છે. થોડા દિવસ પછી કોઈએ જણાવ્યું કે તેમના બાળકે નવી ઓલિમ્પિયાડની તૈયારી શરૂ કરી છે. જાનવી ફરી વિચારી ઊઠી, ‘કદાચ હું પાછળ પડી રહી છું.’ ધીમે ધીમે બાળક કરતાં વધુ ચિંતા હવે માતાને થવા લાગી હતી. આજના સમયમાં મોટાભાગની માતાઓ પોતાના બાળક માટે શ્રેષ્ઠ ઇચ્છે છે. તેમાં કંઈ ખોટું નથી. પ્રશ્ન ત્યારે ઊભો થાય છે જ્યારે ‘બેસ્ટ આપવાની ઇચ્છા’ ધીમે ધીમે ‘બેસ્ટ બનવાની ફરજ’માં બદલાઈ જાય છે. સાયકોલોજીમાં તેને પેરેન્ટલ પ્રેશર સાઈકલ અથવા એચિવમેન્ટ એન્ઝાયટી સાથે જોડીને સમજવામાં આવે છે. માતા સતત એવું અનુભવવા લાગે છે કે બાળકની દરેક સફળતા તેની માતા તરીકેની સફળતા છે અને બાળકની દરેક ભૂલ તેની પોતાની નિષ્ફળતા. આ વિચાર ધીમે ધીમે માનસિક તણાવ ઊભો કરે છે. તેના પરિણામે માતા સતત સરખામણી કરવા લાગે છે, દરેક નિર્ણય વિશે શંકા અનુભવવા લાગે છે અને મનમાં અદૃશ્ય દબાણ વધવા લાગે છે. વિચારવા જેવી વાત એ છે કે ઘણીવાર બાળકોને જેટલો સ્ટ્રેસ પરીક્ષાનો નથી હોતો, એટલો સ્ટ્રેસ માતા-પિતાની ચિંતાનો થઈ જાય છે. બાળકને લાગે છે કે તેને માત્ર શીખવું નથી, પરંતુ સતત સાબિત પણ કરવું છે. આ પરિસ્થિતિમાં બાળકનો આત્મવિશ્વાસ પણ અસર પામી શકે છે. તો ઉપાય શું? સૌ પ્રથમ, યાદ રાખવું જરૂરી છે કે સારા માતાપિતા બનવું અને પરફેક્ટ માતાપિતા બનવું, બંને અલગ બાબતો છે. બાળકને દરેક તક આપવી જરૂરી છે, પરંતુ દરેક તકનો લાભ લેવડાવવો જરૂરી નથી. બીજું, પોતાના બાળકની સરખામણી બીજા બાળકો સાથે નહીં, પરંતુ તેના પોતાના વિકાસ સાથે કરો. અને ત્રીજું, બાળકને માત્ર સિદ્ધિઓ માટે નહીં, પરંતુ તેના પ્રયત્નો માટે પણ સ્વીકારો. બાળકોને શ્રેષ્ઠ સ્કૂલ, શ્રેષ્ઠ ક્લાસ કે શ્રેષ્ઠ પુસ્તકો કરતાં પણ વધુ જરૂર હોય છ એવી માતાની, જે સતત ચિંતિત નહીં, પણ ભાવનાત્મક રીતે ઉપલબ્ધ હોય. જ્યારે માતા પોતાની જાત પરનો દબાણ થોડો ઓછો કરે છે, ત્યારે બાળક પણ વધુ નિર્ભય બનીને વિકાસ કરી શકે છે. આખરે, બાળપણ કોઈ રેસ નથી જ્યાં પ્રથમ આવવું જરૂરી હોય. તે એક સફર છે જ્યાં પ્રેમ, સ્વીકાર અને વિશ્વાસ આધારસ્તંભ છે. મૂડ મંત્ર: બાળકને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો, પણ એ પહેલાં તેને એ અનુભવ થવા દો કે તે તમારા માટે પહેલેથી જ પૂરતો છે.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાન-વિજ્ઞાનં:જાણો લ્યુપસ થવાના મુળ કારણો અને અસરકારક સારવાર
    Next Article
    મીઠી મૂંઝવણ:પપ્પાના મિત્રની દીકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે, પણ મારે આ વાત એને કઇ રીતે કહેવી?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment