Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાન-વિજ્ઞાનં:જાણો લ્યુપસ થવાના મુળ કારણો અને અસરકારક સારવાર

    3 days ago

    ડૉ.વિજ઼ય દવે લ્યુપસ અંગે કેટલાક નવા વૈજ્ઞાનિક સંશોધનો અને નવી ટેક્નોલોજી છેલ્લા થોડા વર્ષોમાં (ખાસ કરીને 2025-2026માં) થયાં છે, અને તબીબી વિજ્ઞાને પણ ખૂબ જ પ્રગતિ કરી છે. જેનાથી વૈજ્ઞાનિકો હવે લ્યુપસ થવાના મુળ કારણો સમજવાની અને અસરકારક સારવાર શોધવાની નજીક પહોંચી ગયા છે. જે અંગેની માહિતી આ પ્રમાણે છે. કેન્સરની સારવારમાં સફળ નીવડેલી CAR-T (Chimeric Antigen Receptor T-cell) થેરપીનો પ્રયોગ હવે લ્યુપસના દર્દીઓ પર કરવામાં આવી રહ્યો છે અને તેના પરિણામો આશ્ચર્યજનક છે. ​આ થેરપીમાં દર્દીના શરીરના જ T-કોષોને (રોગપ્રતિકારક કોષો) બહાર કાઢીને લેબોરેટરીમાં તેને ‘રી-પ્રોગ્રામ’ કરી ફરી શરીરમાં દાખલ કરાય છે, જેથી તે લ્યુપસ માટે જવાબદાર B-કોષોને નષ્ટ કરી શકે. પ્રારંભિક ક્લિનિકલ ટ્રાયલ્સમાં જોવા મળ્યું છે કે આ થેરપીથી ઘણા દર્દીઓમાં લ્યુપસના લક્ષણો સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા છે અને તેઓ દવાઓ વિના સામાન્ય જીવન જીવે છે. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ શોધ્યું છે કે TLR7 નામના જીનની ખામી (Mutation) લ્યુપસ થવા માટે જવાબદાર હોઈ શકે. આ શોધથી લ્યુપસનું કારણ હવે સ્પષ્ટ થયુ છે. આ જીનની ઓળખથી હવે ફાર્માસ્યુટિકલ કંપનીઓ TLR7 જીન ટાર્ગેટેડ દવાઓ બનાવશે જેથી ભવિષ્યમાં લ્યુપસને નિર્મુળ કરી શકાશે. લ્યુપસનું નિદાન હંમેશા એક કોયડો હતો, તે એઆઈ સંચાલિત મોડલ્સ અને સોફ્ટવેર વાપરવાથી સરળ થઈ ગયું છે. જેનાથી લ્યુપસના લક્ષણો, બ્લડ રિપોર્ટ, મેડિકલ હિસ્ટ્રીનું વિશ્લેષણ એઆઈ દ્વારા સચોટ રીતે થતા પ્રારંભિક તબક્કામાં જ લ્યુપસનું નિદાન થતાં શરીરના અન્ય અવયવોની સંડોવણી રોકી શકાય. લ્યુપસ નેફ્રાઈટીસની જાણકારી હવે નવા શોધાયેલા બાયોમાર્કરથી સાદા યુરિન ટેસ્ટ કે બ્લડ ટેસ્ટથી મળી જતા હવે કિડની બાયોપ્સીની જરૂર પડતી નથી. લ્યુપસ દરેક વ્યક્તિના શરીરમાં અલગ રીતે વર્તે છે. તેથી ડોક્ટર્સ હવે દર્દીના ડીએનએ (DNA) અને મોલેક્યુલર પ્રોફાઇલિંગને આધારિત સારવાર આપી અસરકારક અને આડઅસર વગરની સારવાર આપે છે. હવે લ્યુપસની સારવાર લક્ષણો દબાવવાને બદલે જડમૂળથી મટાડવા પર અને સ્ટીરોઈડની બાદબાકી આધારિત થશે. પહેલા એવું માનવામાં આવતું હતું કે લ્યુપસ ધરાવતી મહિલાઓ ગર્ભધારણ ન કરી શકે, પરંતુ આજના તબીબી વિજ્ઞાનના લીધે તે શક્ય છે. જો લ્યુપસ ઓછામાં ઓછા 6 મહિનાથી શાંત હોય, તો ડૉક્ટરની સલાહ અને દેખરેખ હેઠળ સુરક્ષિત ગર્ભાવસ્થા શક્ય છે. ગર્ભાવસ્થા દરમિયાન લ્યુપસની કેટલીક દવાઓ બદલવી પડે છે જે બાળક માટે હાનિકારક ન હોય. યાદ રાખો લ્યુપસ એ કેન્સર નથી કે નથી એનો બીજા કોઈને ચેપ લાગતો. જરૂરી છે વેળાસર નિદાન, યોગ્ય સારવાર, જીવનશૈલીમાં બદલાવ અને સકારાત્મક અભિગમ. (સમાપ્ત)
    Click here to Read More
    Previous Article
    પહેલું સુખ તે...:સ્ટ્રેસની વોટર રીટેન્શન પર અસર
    Next Article
    મૂડ માઇન્ડ:બેસ્ટ માતા બનવાની દોડ કેટલી યોગ્ય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment