Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલું સુખ તે...:સ્ટ્રેસની વોટર રીટેન્શન પર અસર

    3 दिन पहले

    ધણી વાર તમે યોગ્ય ભોજન કરતાં હો, વધારાની ફેટ પણ ન લેતાં હો અને છતાં અચાનક તમને વજન વધી ગયું હોય એમ લાગે છે. વજનકાંટો વધારે વજન દર્શાવે છે. કપડાં ફિટ થતાં હોય એવું લાગે છે. આનું કારણ છે, સ્ટ્રેસ દરમિયાન શરીર પાણીને અવરોધે છે. મોટા ભાગના લોકો માને છે કે સ્ટ્રેસ માત્ર માનસિક અસર કરે છે, પરંતુ શરીરને પણ અસર થતી હોય છે અને તેમાંનું એક વોટર રીટેન્શન છે. સ્ટ્રેસ અનુભવો ત્યારે તે ભાવનાત્મક હોય, માનસિક હોય કે શારીરિક, તે હોર્મોનલ પ્રતિભાવને સક્રિય કરે છે. તેમાં મુખ્ય છે કોર્ટિસોલ જે સ્ટ્રેસ હોર્મોન તરીકે ઓળખાય છે. કોર્ટિસોલ એક રીતે ખરાબ નથી, તે બચાવ માટે જરૂરી છે. તે શરીરને પ્રેશર સામે પ્રતિસાદ આપે છે, સતર્ક રાખે છે અને ઊર્જા સંગ્રહી રાખે છે. છતાં જ્યારે ક્રોનિક સ્ટ્રેસ હોય, ત્યારે કોર્ટિસોલને વધારે સમય લાગે છે અને તેથી જ ઘણી વાર વોટર રીટેન્શનની સમસ્યા થાય છે. વોટર રીટેન્શન માટે કોર્ટિસોલ કેમ કારણભૂત? વધારે પડતા કોર્ટિસોલને કારણે કેટલીક રીતે પ્રવાહીના સંતુલનને અસર થાય છે. તે શરીર સોડિયમ અને પાણીને સંતુલિત કરે છે. કોર્ટિસોલનું પ્રમાણ વધવાથી શરીર વધારે સોડિયમ જાળવી રાખે છે અને સોડિયમ હોય ત્યાં પાણી તો રહેવાનું જ. તેના કારણે ચહેરા પર થોથર, પેટની આસપાસ ચરબી, આંગળીઓ અથવા ગોઠણ જકડાઇ જવા વગેરે સમસ્યા થાય છે. સ્ટ્રેસથી ઇન્ફ્લેમેશન વધે છે: ક્રોનિક સ્ટ્રેસને કારણે ધીરે ધીરે ઇન્ફ્લેમેશનનું પ્રમાણ વધે છે. તેના લીધે શરીરમાંથી પ્રવાહી ઓછું થવા લાગે છે. પરિણામે, પેટ ફૂલવું, પાચનમાં ગરબડ, ભારેપણું, વગેરે તકલીફ થાય છે. શરીર આંતરિક પ્રેશર સામે જરૂરી પ્રતિસાદ આપે છે. અપૂરતી ઊંઘ કે ઊંઘનો અભાવ: કોર્ટિસોલમાં વધારો, રિકવરીમાં ઘટાડો, હોર્મોનલ સંતુલનમાં ફેરફાર, ક્રેવિંગ્સ વગેરે સમસ્યા થાય છે. માત્ર એકાદ-બે રાતે સરખી ઊંઘ ન આવે તો પણ વોટર રીટેન્શન ઉદભવે છે. વર્કઆઉટની પણ અસર: જો સ્ટ્રેસ હોય અને વર્કઆઉટ વધારે તીવ્રતાથી કરવામાં આવે તો તેના કારણે શારીરિક સ્ટ્રેસ ઉદભવે છે. રિકવરી દરમિયાન શરીર વધારાનું પાણી સ્નાયુઓ અને ટિશ્યુઓની આસપાસ જમા કરે છે. જો તમે ઓછું ભોજન લેતાં હો, ઊંઘ અપૂરતી, વધારે તીવ્ર વર્કઆઉટ અને માનસિક સ્ટ્રેસ હોય તો શરીરમાં વોટર રીટેન્શન થાય છે. આનો ઉપાય શો? ચુસ્ત ડાયેટિંગ ઘટાડો: ઓછું જમવાથી શરીરમાં સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. વધારે કાર્ડિયો ટાળો: હ‌ળવી કસરત સ્ટ્રેસમાં મદદરૂપ થાય છે. પૂરતું પ્રવાહી લો: ડીહાઇડ્રેશનને કારણે વોટર રીટેન્શન થઇ શકે છે. સોડિયમનું પ્રમાણ: મીઠુંનો ઉપયોગ સાવ ઘટાડવો નહીં. રિકવરી: દિવસ દરમિયાન આરામ, સ્ટ્રેચિંગ, હળવા વર્કઆઉટથી નર્વ સિસ્ટમની રિકવરી થાય છે.
    Click here to Read More
    Previous Article
    કાવ્યાયન:જલ પર ઉદય
    Next Article
    જ્ઞાન-વિજ્ઞાનં:જાણો લ્યુપસ થવાના મુળ કારણો અને અસરકારક સારવાર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment