Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાવ્યાયન:જલ પર ઉદય

    4 days ago

    હરદ્વાર ગોસ્વામી આજ, મહારાજ! જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન, નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે; પિતા! કાલના સર્વ સંતાપ શામે! નવલ રસ ધવલ તવ નેત્ર સામે! પિતા! કાલના સર્વ સંતાપ શામે! જલધિજલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માંહી સરતી; કામિની કોકિલા, કેલિકૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી; પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી! તરલ તરણી સમી સરલ તરતી, પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી! - કાન્ત આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે, હું કેટલુંક ઝીલું, અનહદ અપાર વરસે! ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં, એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે! ભીંજાઉં, ન્હાઉં, ડૂબું, આઘે તણાઉં એવું, આ નેહના ગગનનો સઘળો ય સાર વરસે! હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે, કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે. છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું, ઘેઘૂર ને ઘુઘવતો એવો ખુમાર વરસે. નયના જાની મીઠી છતાંય આકરી છે પ્રેમની તડપ. ખમ્મા તને! કે તેં ધરી છે પ્રેમની તડપ. હસવાની વાતમાં હું હસી પણ શકું નહીં ને આંસુ લાવી દે! ખરી છે પ્રેમની તડપ. દિવસો મહિના વર્ષો ગયા જિંદગી જશે આઠે પ્રહર મેં વાપરી છે પ્રેમની તડપ. નીંદર હવે જો આવે તો આવેય કઈ રીતે? બિસ્તરની જેમ પાથરી છે પ્રેમની તડપ. શબ્દો બીજેથી શોધવા પડતા નથી હવે, સઘળી ગઝલમાં મેં ભરી છે પ્રેમની તડપ. બીજાને દર્દ દેતી હશે પણ મને નહીં, ઔષધ થઈ મને વરી છે પ્રેમની તડપ, મેહુલ જયાણી હૂંફ દેતી મા અમીની ધાર છે, જિંદગી આ મા થકી ગુલઝાર છે. રક્ત સીંચી શ્વાસ દેતી દેહમાં, મેઘ શો નિઃસ્વાર્થ એનો પ્યાર છે. વેદના હૈયે હિલોળા મારતી, તોય હસતી લાગણી હદપાર છે. ગ્રીષ્મકાળે એ વરસતી વાદળી, વૃક્ષના જેવા ઘણા ઉપકાર છે. જાત બાળી તેજને પ્રગટાવતી, મા ખરેખર દીપનો અવતાર છે. કનુ પરમાર 'માંડલા’ પડછાયાથી હકડેઠઠ ઉભરાતી, મોકળાશવાળી એ ઈમારતોમાં બધું જ તો હતું ભૂખની ઊજવણીનો ઉન્માદ, હાડમારીઓનાં ઉત્સવોની આતશબાજી, ને માંસની અછતથી સર્જાયેલા, હ્રુસ્તપુષ્ટ દેહનાં માલેતુજાર, માણસો જેવાં જ માણસો, બધું જ, બધું જ તો હતું ત્યાં, હમણાં ! થોડીવાર પહેલાં જ ! અને, આ, આ..... શું થઈ ગયું ? સાવ, અચાનક જ ? માણસ જેવાં હુબહુ માણસે કરેલો માત્ર એક વિસ્ફોટ ને બધું જ ખતમ... બાલકૃષ્ણ પટેલ હવે બધાને ખુશ રાખવા માટે દરેક વાતમાં ‘હા’ કહેવાને બદલે, જ્યાં જરૂરી હોય ત્યાં ‘ના’ કહેતાં શીખી ગઈ છું. લાગણીઓથી ભરેલા દિલને વારંવાર દુભાવનારી બાબતોથી, થોડું અંતર રાખતાં શીખી ગઈ છું. પોતાના માટે જીવતાં શીખી ગઈ છું આ બદલાવ કોઈ ફરિયાદ નથી, ન કોઈ અફસોસ છે. આ તો સમય, સંજોગો અને અનુભવોએ શીખવેલો જીવનપાઠ છે. હા, હું બદલાઈ ગઈ છું… અને હવે મને એ બદલાવ પર ગર્વ છે. ઝલક સોની
    Click here to Read More
    Previous Article
    હૂંફ:બાળવિકાસમાં સર્વ એન્ડ રિટર્ન
    Next Article
    પહેલું સુખ તે...:સ્ટ્રેસની વોટર રીટેન્શન પર અસર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment