Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરની 'રાજ સ્કૂલ'ના પ્રિન્સિપાલના પુત્રએ વિદ્યાર્થી સાથે કુકર્મ આચર્યું:રાજ પટેલનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ, સ્કૂલની હોસ્ટેલમાં જ સગીરને હવસનો શિકાર બનાવતો હોવાનો ખુલાસો

    14 hours ago

    રાજ્યના શૈક્ષણિક હબ અને પાટનગર ગણાતા ગાંધીનગરમાંથી ચોંકાવનારી અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જેને શિક્ષણ જગતને શરમથી ઝુકાવી દીધું છે. સેક્ટર-25માં આવેલી જાણીતી રાજ સ્કૂલના પ્રિન્સિપાલના દીકરાએ શાળાની જ હોસ્ટેલમાં રહીને ધોરણ-10માં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થીને પોતાની હવસનો શિકાર બનાવ્યો હોવાનો સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ પવિત્ર ગણાતા શાળાના પરિસરમાં જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને તમામ હદો પાર કરી દીધી હતી. આ મામલે ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ મથકે પ્રિન્સિપાલ અશ્વિન પટેલના પુત્ર રાજ પટેલ વિરુદ્ધ પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ DEO કચેરી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ધોરણ 10ના વિદ્યાર્થિની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું ગુજરાતભરમાંથી હજારો વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે ગાંધીનગર ભણવા માટે આવે છે. આવો જ એક ગરીબ પરિવારનો માસૂમ દીકરો પણ પોતાના સપના સાકાર કરવા ગાંધીનગરની સેક્ટર-25 સ્થિત રાજ સ્કૂલમાં ધોરણ-10માં એડમિશન લઈને હોસ્ટેલમાં રહેતો હતો. ગરીબ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત હતો અને પોતાના અભ્યાસમાં મન પરોવવા માંગતો હતો. પરંતુ તેને ક્યાં ખબર હતી કે, શાળાના રક્ષક જ ભક્ષક બની જશે. શાળાના સંચાલક કમ પ્રિન્સિપાલનો દીકરો રાજ અશ્વિન પટેલ આ માસૂમ બાળકને નરક જેવી યાતનાઓ આપવાના અને પોતાની વિકૃતિ સંતોષવાના પેતરા રચી રહ્યો હતો.એક દિવસ તક જોઈને રાજ પટેલે આ સગીર વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો હતો. શરૂઆતમાં મોટી મોટી વાતો કરીને તેણે વિદ્યાર્થીના શરીર પર અલગ અલગ જગ્યાએ અશોભનીય સ્પર્શ કર્યો હતો. માસૂમ સગીરે શરૂઆતમાં પ્રિન્સિપાલના દીકરાની આ હરકતને મોટા ભાઈ સમાન વ્હાલ અને વાત્સલ્ય સમજવાની ગંભીર ભૂલ કરી દીધી હતી. સગીરની આ ભોળપણનો ફાયદો ઉઠાવીને રાજ પટેલની હિંમત હદ બહાર વધી ગઈ હતી. ત્યારબાદ તેણે હેવાનિયતની તમામ સીમાઓ વટાવી દીધી અને સગીર વિદ્યાર્થીને બળજબરીપૂર્વક પોતાના રૂમમાં એકાંતમાં લઈ જવાનું શરૂ કર્યું હતું. જ્યાં સગીરની મરજી વિરુદ્ધ વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું અત્યંત શરમજનક કૃત્ય આચરવામાં આવ્યું હતું.આ નરક સમાન અસહ્ય પીડા અને માનસિક અત્યાચાર વેઠીને માસૂમ વિદ્યાર્થીએ માંડ માંડ ધોરણ-10ની પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂરી થતાં જ તે પોતાના વતન ભેગો થઈ ગયો હતો. હોસ્ટેલમાંથી ઘરે ચાલ્યા ગયા બાદ પણ વિદ્યાર્થીનો પીછો ન છોડ્યો પરંતુ આરોપીની વિકૃતિ અહીં જ અટકી ન હતી. વતન ગયા પછી પણ રાજ પટેલે તેનો પીછો છોડ્યો ન હતો અને સતત બ્લેકમેલ કરીને પોતાની હવસ સંતોષવા માટે દબાણ કરતો રહ્યો હતો. આ સતત સતામણી અને ભયંકર માનસિક તણાવના કારણે માસૂમ વિદ્યાર્થીનું ધોરણ-10નું પરિણામ પણ ખૂબ નબળું આવ્યું હતું અને તે સતત ગુમસુમ રહેવા લાગ્યો હતો.દીકરાની આવી ગંભીર અને ચિંતાજનક હાલત જોઈને તેના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. તેમણે સમજાવટથી પૂછપરછ કરતાં માસૂમ દીકરાએ પોતાની સાથે બનેલી આ રૂંવાડા ઉભા કરી દેનારી આપવીતી રડી પડતા કહી સંભળાવી હતી. પ્રિન્સિપાલના દીકરાની કાળી કરતૂત જાણી પરિવારના પગ નીચેથી જમીન સરકી પ્રિન્સિપાલના દીકરાના આ કાળા કરતૂતો સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દીકરાના ભવિષ્યને રોળનારા અને તેને જીવતેજીવ નરક યાતના આપનારા આરોપીને કડકમાં કડક સજા અપાવવાના નિર્ધાર સાથે પરિવારે ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલાની ગંભીરતાને જોઈ તાત્કાલિક ધોરણે રાજ પટેલ વિરુદ્ધ એટ્રોસિટી અને પોક્સો એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપી ભૂગર્ભમાં ઉતરી જતા શોધખોળ શરૂ આ અંગે એસટીએસસી સેલના તપાસ અધિકારી ડીવાયએસપી એસ.એમ. ચૌધરીએ જણાવ્યું કે, વીડિયોમાં દેખાતો શખ્સ રાજ અશ્વિન પટેલ જ છે. પ્રિન્સિપાલનો દીકરો હોવાના નાતે સ્કૂલમાં આવતો જતો હતો. આ સમગ્ર ઘટના વર્ષ 2024ની છે. જે વીડિયોમાં રૂમ દેખાય છે એ જે તે વખતે હોસ્ટેલના રૂમ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હતો. આજે સ્કૂલમાં જઈને પ્રિન્સિપાલની પણ વિગતવાર પૂછતાછ હાથ ધરી છે. અને જે રૂમમાં આ અધમ કૃત્ય કરવામાં આવ્યું તેનું પણ પંચનામું કરવામાં આવ્યું છે. રાજ પટેલ ફરિયાદ નોંધાતા ભાગી છૂટ્યો છે. સ્કૂલમાં અન્ય બાળકો સાથે પણ આવી ઘટના ઘટી છે કે નહીં તેની પણ અમારી ટીમ તપાસ કરી રહી છે. આ અંગે સેકટર 21 પીઆઇ લતાબેન દેસાઈએ કહ્યુ કે, વિડિઓમાં દેખાતો રાજ પટેલ છે. હાલમાં અમારી પાસે આરોપીનો ઓરિજીનલ ફોટો નથી. ઉલ્લેખનીય છેકે રાજ પટેલનું સોશિયલ મીડિયામાં એકાઉન્ટ હોવા છતાં પોલીસ હજી સત્તાવાર આરોપીની ઓળખ કરી શકી નથી . અને વિડિઓ આધારે આરોપીની શોધખોળમાં લાગી નજીકના દિવસોમાં રાજ પટેલની ધરપકડના ગાણા ગાઈ રહી છે. એક નાગરિકની અરજી બાદ સમગ્ર મામલો બહાર આવ્યો એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પહેલા પુરાવા સાથે અરજી કરવામાં આવી હતી. જે વીડિયોની તપાસ આ અંતે બાળકના વાલીને બોલાવીને રાજ અશ્વિનભાઈ પટેલ વિરુધ પોકસો તેમજ એટ્રોસિટી એક્ટ ગુનો નોંધવામાં આવ્યો છે. અન્ય કોઈ બાળક ભોગ બન્યું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે- DEO આ અંગે DEO ડો. બી. એન. પ્રજાપતિએ કહ્યું કે,આ ઘટના બે વર્ષ અગાઉની છે. આ ઘટના બે મહિના અગાઉ ધ્યાનમાં આવી હતી. જેના પગલે સમાજ સુરક્ષામાં રિપોર્ટ કરીને જાણ કરાઈ હતી. સ્કૂલમાં પણ તપાસ કરી હતી. અને સ્કૂલને નોટિસ પણ આપવામાં આવી છે. પોલીસ કાર્યવાહી પછી સ્કૂલ સામે યોગ્ય પગલા લેવામાં આવશે. અન્ય કોઈ બાળક સાથે આવી ઘટના ઘટી છે કે નહીં એની તપાસ કરવામાં આવી છે. હજી કોઈ અન્ય બાળક ભોગ બન્યાનું સામે આવ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં 8 દિવસથી ગુમ ખેડૂતના હાડકા મળતા ચકચાર:ખેડૂતના ખેતરમાંથી ટ્રેક્ટર, બૂટ અને લોહીલુહાણ કપડાં પણ મળ્યાં, વન્યપ્રાણીના હુમલાની પ્રબળ આશંકા
    Next Article
    કરોડોની ચૂકવણી બાકી હોવાથી નોટિસ મળી શકે:કાલુપુર રેવડી બજાર એસોસિએશને AMCને રૂ 11.29 કરોડ ચૂકવ્યા નહી, વ્યાજ માફ કરાવવા રાજકીય નેતાઓના શરણે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment