Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરોડોની ચૂકવણી બાકી હોવાથી નોટિસ મળી શકે:કાલુપુર રેવડી બજાર એસોસિએશને AMCને રૂ 11.29 કરોડ ચૂકવ્યા નહી, વ્યાજ માફ કરાવવા રાજકીય નેતાઓના શરણે

    16 hours ago

    શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી રેવડી બજાર તરીકે ઓળખાતી સરદાર વલ્લભભાઈ પટેલ સિંધી ક્લોથ માર્કેટ કો. ઓ. સોસા. લી. દ્વારા અગમ્ય કારણોસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વ્યાજ પેટે અંદાજે રૂ. 11.29 કરોડથી વધુ રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા હોવાને કારણે બાકી લેણાં વસૂલવા તજવીજ કરવામાં આવી રહી છે અને આગામી સપ્તાહમાં AMC દ્વારા રેવડી બજારના મહાજન- એસોસીએશનને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવાની શક્યતા છે. રેવડી બજારના મહાજન- એસોસીએશનને અગાઉ નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં રકમ ચૂકવવામાં આવી નથી. AMCને મુદ્દલ ચૂકવી, પણ ₹11.29 કરોડનું વ્યાજ માફ કરાવવા એસો.ના હોદ્દેદારોની દોડધામ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાલુપુર વિસ્તારમાં આવેલી રેવડી બજારમાં 455 દુકાનોના માલિકોને રૂ.7,500ના ભાવથી 7,500 ચો. ફુટની દુકાનો આપવા અંગે દોઢ વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરીને નિર્ણય લેવાયો હતો. જેમાં નક્કી કરાયા મુજબ રેવડીબજારના મહાજન દ્વારા AMCને મુદ્દલ પેટે અંદાજે રૂ. 6 કરોડ જેટલી રકમ ચૂકવી દેવામાં આવી છે. પરંતુ રેવડીબજારના એસોસીએશનના હોદ્દેદારો દ્વારા વ્યાજ પેટે 11.29 કરોડથી વધુ રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવ્યા છે. રકમ ન ચૂકવવી પડે અને વ્યાજની રકમ માફ કરાવવા માટે રેવડીબજાર એસોસીએશનના હોદ્દેદારો મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓની તેમજ AMCના હોદ્દેદારોની ઓફિસે આંટાફેરા કરી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. GST બચાવવાનો પેતરો કાલુપુરના ભરચક વિસ્તારમાં પ્રાઈમ લોકેશનમાં આવેલી રેવડી બજારની જમીન લીઝ પર આપવાનો ઠરાવ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂર કરીને નક્કી કરવામાં આવ્યું હતું. જો આ પ્રકારે લીઝ પર દુકાનો આપવામાં આવે તો દુકાનના માલિકોને GST ભરવો પડે તેમ હોવાથી રેવડીબજારના એસોસીએશન દ્વારા હવે આ દુકાનો હરાજી મારફતે વેચાણથી આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે. રેવડી બજારમાં આંતરિક વિખવાદ કાલુપુરમાં 7,500 ચો.મી. પ્લોટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર માત્ર 210 દુકાનો બની શકે તેમ છે. જ્યારે કુલ 455 દુકાનોના માલિકો છે. આથી ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે તથા બીજા માળે દુકાનો બનાવવી પડે તેમ છે. પરંતુ હાલ 455 દુકાનો ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હોવાથી ધંધો ગૂમાવવો પડે તેવી શક્યતાને પગલે દુકાનોના માલિકો પહેલા માળે અને બીજા માળે જવા તૈયાર ન હોવા મામલે તેમની વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે. રેવડી બજારના મહાજન- એસોસીએશન અને દુકાનોના માલિકો વચ્ચે પણ ઝઘડા થઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. દુકાનોના માલિકોનું કહેવું છે કે, રેવડી બજાર એસોસીશનના સંચાલકો દ્વારા મનસ્વી નિર્ણયો લેવામાં આવે છે અને મનમાની કરવામાં આવે છે. રોડ પહોળા કરવાના AMCના પ્લાનથી દુકાનોમાં કપાત આવવાની શક્યતા સૂત્રોના જણાવ્યાનુસાર, ભારત- પાકિસ્તાનના ભાગલા વેળા આવેલા નિરાશ્રિતો પૈકી 455 રેવડી બજારમાં જગ્યા ફાળવાઈ હતી. આ દુકાનોના 50 ટકાથી વધુ મૂળ માલિકો બદલાઈ ગયા છે અને કેટલીક દુકાનોમાં પાવર ઓફ એટર્ની મારફતે ચારથી પાંચ પેટા ભાડુઆતો હોવાનું જાણવા મળે છે. AMC દ્વારા આગામી મહિને કાલુપુર વિસ્તારમાં સાંકડા રોડને પહોળા કરવામાં નોટિસ આપવામાં આવે તેવી શક્યતા છે. કાલુપુરના રોડ પહોળા કરવાને લીધે રેવડીબજાર એસોસીએશનના પ્લોટમાં પણ કપાત કરવામાં આવશે. આમ, 7,500 ચો.મી.ના પ્લોટમાં આવેલી રેવડીબજારની કેટલીક દુકાનોની કપાત કરવા માટે બુલડોઝર ફેરવવામાં આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરની 'રાજ સ્કૂલ'ના પ્રિન્સિપાલના પુત્રએ વિદ્યાર્થી સાથે કુકર્મ આચર્યું:રાજ પટેલનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ, સ્કૂલની હોસ્ટેલમાં જ સગીરને હવસનો શિકાર બનાવતો હોવાનો ખુલાસો
    Next Article
    વિદેશની જેમ હવે અમદાવાદમાં રોડ ક્રોસ કરવા બટન દબાવવું પડશે:AMCએ સીજી રોડ પર પેલિકન ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ કર્યું, પૂશબટન દબાવતા જ ટ્રાફિક સિગ્નલ લાલ થઈ જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment