Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં અવ્યવસ્થા:હોદ્દેદારો અને પક્ષના નેતાને સ્ટેજને બદલે નીચે બેસવું પડ્યું, નારાજ થઈ બહાર નીકળ્યા

    5 days ago

    જામનગર શહેરના ધનવંતરી ઓડિટોરિયમ હોલ ખાતે તાજેતરમાં યોજાયેલા ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’માં ભારે અવ્યવસ્થાના દ્રશ્યો સામે આવ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ સરકારી અને સંગઠનના કાર્યક્રમમાં પ્રોટોકોલનો સરેઆમ ભંગ થતાં થોડીવાર માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી. જામનગર મહાનગરપાલિકાના ટોચના પદાધિકારીઓ માટે સ્ટેજ પર યોગ્ય બેઠક વ્યવસ્થા ન રાખવામાં આવતા શાસક પક્ષના મોભીઓને ભારે નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. ખુરશી ન મળતા હોદ્દેદારો નારાજ થઈ હોલની બહાર નીકળી ગયા મળતી માહિતી મુજબ, કાર્યક્રમ વિધિવત રીતે શરૂ થઈ ગયો હોવા છતાં જામનગરના ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી અને દંડક માટે સ્ટેજ પર બેસવાની કોઈ વ્યવસ્થા જ કરવામાં આવી ન હતી. મહાનગરપાલિકાના આ ટોચના હોદ્દેદારોની આ પ્રકારે ઉપેક્ષા થતાં મામલો ગરમાયો હતો. પોતાની બેઠક વ્યવસ્થા ન હોવાથી નારાજ થયેલા ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક હોલના મેઈન ગેટની બહાર નીકળી ગયા હતા, જેના કારણે વહીવટી તંત્ર અને કાર્યકરોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. નીચેથી ખુરશીઓ સ્ટેજ પર મૂકીને મામલો થાળે પડાયો પદાધિકારીઓ નારાજ થઈને બહાર નીકળી જતાં કાર્યક્રમના આયોજકો અને કાર્યકરો તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. ઉતાવળે કાર્યકરો દ્વારા હોલમાં નીચે બેઠક વ્યવસ્થા નજીક ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. જોકે, આ પદાધિકારીઓ ત્યાં નીચે બેસે તે પહેલા જ હોબાળો વધતો જોઈ આયોજકોએ પ્રોટોકોલ જાળવવા માટે તાબડતોબ એ જ ખુરશીઓ સ્ટેજ પર મંગાવી હતી. અંતે નીચે રાખેલી ખુરશીઓ સ્ટેજ પર ગોઠવીને ડેપ્યુટી મેયર અને ચેરમેન સહિતના નેતાઓને સ્ટેજ પર આસન આપવામાં આવ્યું હતું, ત્યારે જઈને સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને નેતાઓ શાંત થયા હતા. કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓની હતી ઉપસ્થિતિ આ વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં અનેક મોટા ગજાના રાજકીય નેતાઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમાં મુખ્યત્વે: રાજકીય આલમમાં ચર્ચાનો વિષય બન્યો પ્રોટોકોલ ભંગ આટલા મોટા સરકારી અને સંગઠનના કાર્યક્રમમાં, જ્યાં જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી જેવા દિગ્ગજો હાજર હોય, ત્યાં સ્થાનિક મહાનગરપાલિકાના જ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન જેવા મહત્વના હોદ્દેદારોની બેઠક વ્યવસ્થા જ આયોજકો ભૂલી જાય તે વાત આશ્ચર્યજનક છે. આ ગંભીર બેદરકારી અને અવ્યવસ્થા ટૂંકા સમય માટે સમગ્ર કાર્યક્રમમાં અને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બની હતી.
    Click here to Read More
    Previous Article
    મહાનગરપાલિકાની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટી યોજાઈ:રૂ.101 કરોડના 142 કાર્યો કાર્યોને બહાલી અપાઈ, ઈ-બસનું માસિક પાસના ભાવ માં ધટાડો કરી 300, દિવ્યાંગોને માત્ર રૂ.100 માં માસિક પાસ
    Next Article
    અંગત અદાવતમાં હૂમલામાં ઘવાયેલા મહિલાનું મોત:પારડીમાં મહિલાને છરીના 19 ઘા મારી પિતા-પુત્ર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment