Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાનગરપાલિકાની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટી યોજાઈ:રૂ.101 કરોડના 142 કાર્યો કાર્યોને બહાલી અપાઈ, ઈ-બસનું માસિક પાસના ભાવ માં ધટાડો કરી 300, દિવ્યાંગોને માત્ર રૂ.100 માં માસિક પાસ

    5 days ago

    મહાનગરપાલિકાની ચૂંટણી બાદ નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક આજે ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળી હતી આ પ્રથમ બેઠકમાં જ લોકહિતના અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે કમિટી સમક્ષ રજૂ કરાયેલા તમામ 142 એજન્ડાઓને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે, જેના અંતર્ગત શહેરમાં કુલ રૂા.101 કરોડના વિકાસ કાર્યો કરવામાં આવશે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કિશન મહેતા એ જણાવ્યું હતું કે, "ચૂંટણી બાદ કમિટીની આ પ્રથમ બેઠક હતી અમે સામાન્ય અને ગરીબ વર્ગને ધ્યાનમાં રાખીને અગ્રીમતાના ધોરણે લોકઉપયોગી નિર્ણયો લીધા છે 142 જેટલા એજન્ડાઓ મંજૂર કરીને શહેરમાં વિકાસની ગતિને વેગ આપ્યો છે, જેમાં માત્ર રોડ-રસ્તાના કામો માટે જ 36 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. જેમાં અનેક લોક ઉપયોગી કાર્યોને બહાલી આપવામાં આવી છે, જેમાં ખાસ વિધવા બહેનો માટે પ્રોપર્ટી ટેક્સ મુક્તિ માટેની વાર્ષિક આવક મર્યાદા જે અત્યાર સુધી માત્ર રૂા.36 હજાર હતી, તેમાં મોટો વધારો કરીને રૂ.દોઢ લાખ કરવામાં આવી છે હવે 1.5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતી વિધવા બહેનોને ટેક્સમાંથી મુક્તિ મળશે. ​ઈ-બસના પાસના દરોમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં નાનામાં નાનો માણસ અને દિવ્યાંગો સરળતાથી ઈ-બસનો લાભ લઈ શકે તે માટે માસિક, ત્રિમાસિક અને છ માસિક પાસના ભાવમાં મોટો ઘટાડો કરાયો છે, ​માસિક પાસ રૂ.500 થી ઘટાડીને રૂ.300, દિવ્યાંગો માટે રૂ.250 થી ઘટાડીને રૂા.100, ​ત્રિમાસિક પાસ રૂ.1300 થી ઘટાડીને રૂ.800, દિવ્યાંગો માટે રૂ.650 થી ઘટાડીને રૂા.250 અને ​છ માસિક પાસ રૂ.2250 થી ઘટાડીને રૂ.1600, દિવ્યાંગો માટે રૂા.1125 થી ઘટાડીને રૂ.500 કરવામાં આવ્યો છે, મહાનગરપાલિકાની હદમાં આવતા સ્મશાન, કબરસ્તાન કે દફનવિધિના સ્થળો માટે અપાતી વાર્ષિક નિભાવ ગ્રાન્ટ રૂ.75 હજારથી વધારીને રૂ. 2 લાખ કરવાનો નિર્ણય લેવાયો છે, ​અંત્યોદયના વિચાર સાથે, સમાજના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી મહાનગરપાલિકાની યોજનાઓ અને સુવિધાઓનો સીધો લાભ પહોંચે તેવા આશય સાથે આ પ્રથમ બેઠકમાં જ લોકહિતના નિર્ણયોની વણઝાર વરસી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં:ગાયનેકોલોજી વોર્ડમાં દર્દીના પરિવારજનો સાથે નર્સના ઉદ્ધત વર્તનથી ભારે હોબાળો, 3 અધિકારીઓની તપાસ કમિટી; કડક કાર્યવાહીની ખાતરી આપી
    Next Article
    જામનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં અવ્યવસ્થા:હોદ્દેદારો અને પક્ષના નેતાને સ્ટેજને બદલે નીચે બેસવું પડ્યું, નારાજ થઈ બહાર નીકળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment