Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર-વિજાપુર રોડ પર દેરોલના વેરાવાળી મંદિરમાં મહિલાની હત્યા:ઘા ઝીંકાતા કપાળ ફાટી ગયું, લોહીનું ખાબોચિયું ભરાયું, અજાણ્યા શખસો સામે ફરિયાદ

    1 day ago

    દેરોલના વેરાવાળી મંદિર પરિસરમાં મહિલાની ઘાતકી હત્યાના મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હિંમતનગર-વિજાપુર રોડ પર આવેલા વેરાવાળી મેલડી માતાના મંદિરમાં રવિવારે રાત્રે અજાણ્યા શખસોએ ઘાતક હથિયાર વડે હુમલો કરી 55 વર્ષીય મહિલાની હત્યા નિપજાવી હતી. હિંમતનગર ગ્રામ્ય પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, દેરોલ ગામના રહેવાસી બાલુબેન મંગાભાઈ રાવળ રવિવારે રાત્રે સીમમાં આવેલા વેરાવાળી મેલડી માતાના મંદિર પરિસરમાં હતા. આ દરમિયાન અજાણ્યા શખસોએ તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ બાલુબેનના માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વધુ લોહી વહી જતા મોત થયાનું અનુમાન મંદિર પરિસરમાં બાલુબેનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસનું અનુમાન છે. હત્યાની આ ઘટના અંગે મૃતકના પુત્ર પ્રતાપભાઈ મંગાભાઈ રાવળે સોમવારે અજાણ્યા શખસ વિરૂદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગુનો દાખલ કર્યા બાદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. FSL અને ડોગ સ્કોડ મદદ લેવાઈ હત્યાનો ભેદ ઉકેલવા માટે ગ્રામ્ય પોલીસે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અને ડોગ સ્કોડ સહિતના નિષ્ણાતોની મદદ લીધી છે. હાલ પોલીસ મૃતકના પરિવારજનો તેમજ અન્ય શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના પૂર્વ મેયર જનક રાજાની વિદાયથી શોક:7 વખત કોર્પોરેટર ને મેયર બન્યા પણ સાદાઈ - સેવાની સુવાસ ન છોડી, નવરાત્રિમાં 50 વર્ષ સુધી ગરબી કરી તેનો અઠંગો રાસ આજે પણ પ્રખ્યાત
    Next Article
    પાટણ કલેકટર પ્રશાંત જિલોવાએ મામલતદાર કચેરીની મુલાકાત લીધી:જનસુવિધા અને નાગરિક સેવાઓની કામગીરીની સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment