Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ કલેકટર પ્રશાંત જિલોવાએ મામલતદાર કચેરીની મુલાકાત લીધી:જનસુવિધા અને નાગરિક સેવાઓની કામગીરીની સમીક્ષા કરી

    1 day ago

    પાટણ જિલ્લાના નવનિયુક્ત કલેકટર પ્રશાંત જિલોવાએ પાટણ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કચેરીના વિવિધ વિભાગોની કામગીરી, નાગરિકોને અપાતી સેવાઓ અને જનસુવિધાઓ અંગે રૂબરૂ માહિતી મેળવી હતી. કલેકટર જિલોવાએ પાટણ શહેર અને ગ્રામ્યના મામલતદારો તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી. નાગરિકોને સમયસર, પારદર્શક અને સરળતાથી સરકારી સેવાઓ મળે તે માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. કલેકટરે કચેરીના જુદા જુદા વિભાગોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે જનસુવિધાઓની વ્યવસ્થા, અરજદારોને મળતી સેવાઓ અને કામગીરીની વર્તમાન સ્થિતિ અંગે પૂછપરછ કરી. નાગરિક કેન્દ્રિત સેવાઓને વધુ અસરકારક અને સુવ્યવસ્થિત બનાવવા માટે અધિકારીઓને સૂચનો પણ કર્યા હતા. કલેકટર પ્રશાંત જિલોવાની આ મુલાકાતથી પાટણ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર-વિજાપુર રોડ પર દેરોલના વેરાવાળી મંદિરમાં મહિલાની હત્યા:ઘા ઝીંકાતા કપાળ ફાટી ગયું, લોહીનું ખાબોચિયું ભરાયું, અજાણ્યા શખસો સામે ફરિયાદ
    Next Article
    પાટણમાં જગન્નાથ રથયાત્રા માટે ફાળો એકત્ર:સમિતિ અને ટ્રસ્ટ દ્વારા સ્વૈચ્છિક ભંડોળ એકત્રીકરણ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment