Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં બની શકાશે વેટરનરી ડોક્ટર, કોલેજમાં પ્રવેશ શરૂ:7 સપ્ટેમ્બર સુધી કામધેનુ યુનિવર્સિટીની સાઇટ પર ભરી શકાશે ફોર્મ, દીકરીઓ માટે ફીમાં 50 ટકા રાહત

    16 hours ago

    પશુપાલન ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં વિશેષ ઓળખ ધરાવતા કચ્છ જિલ્લાને પોતાની પ્રથમ વેટરનરી કોલેજ મળી તેને એક વર્ષ થયો છે. ભુજ ખાતે કાર્યરત સરકારી વેટરનરી કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી (B.V.Sc. A.H.) ડિગ્રી કોર્સની પ્રથમ બેચ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. અત્યાર સુધી કચ્છના વિદ્યાર્થીઓને પશુ ચિકિત્સક બનવા માટે દાંતીવાડા, આણંદ કે જૂનાગઢ જેવા દૂરના જિલ્લા પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે સ્થાનિક સ્તરે શિક્ષણ ઉપલબ્ધ બન્યું છે. વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા, જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા અને કારકિર્દી માર્ગદર્શન માટે ભુજ ખાતે હેલ્પ સેન્ટરનો સંપર્ક કરી શકાશે. ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં ઓનલાઇન રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા જણાવાયું છે.કોર્સ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ માટે વેટરનરી પ્રેક્ટિસ, ડેરી અને પશુપાલન ક્ષેત્ર, પશુઆધારિત ઉદ્યોગોમાં કારકિર્દીની અનેક તકો ઉપલબ્ધ છે. 5.5 વર્ષનો કોર્સ, NEET મેરિટના આધારે પ્રવેશ મળશે કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન આ ડિગ્રી કોર્સ કુલ 5.5 વર્ષનો રહેશે, જેમાં 4.5 વર્ષ શૈક્ષણિક અભ્યાસ અને અંતિમ 1 વર્ષ ફરજિયાત ઇન્ટર્નશિપ રહેશે. ધોરણ-12 સાયન્સ (B અથવા AB ગ્રૂપ) પાસ કરનારા અને ચાલુ વર્ષે NEET 2026 પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. સમગ્ર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણપણે ઓનલાઇન માધ્યમથી મેરિટના આધારે હાથ ધરાશે. કચ્છમાં પશુચિકિત્સકોની વર્ષો જૂની અછત દૂર થશે કચ્છ જિલ્લો વિશાળ ભૌગોલિક વિસ્તારની સાથે લાખોની સંખ્યામાં ગાય, ભેંસ, ઘોડા, ઊંટ અને ગધેડાં સહિતનું વૈવિધ્યસભર પશુધન ધરાવે છે. જિલ્લાના પશુ દવાખાનાઓમાં લાંબા સમયથી નિષ્ણાત ડોક્ટરોની અછત છે. ભુજમાં કોલેજ શરૂ થવાથી સ્થાનિક સ્તરે તૈયાર થયેલા પશુચિકિત્સકો મળશે, જેનાથી માલધારીઓ અને પશુપાલકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત પશુ આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહેશે. ભુજ કેમ્પસ ખાતે ઉપલબ્ધ મુખ્ય સુવિધા પ્રવેશ પ્રક્રિયા અંગેની મહત્વની વિગતો
    Click here to Read More
    Previous Article
    Stock Market Today: All You Need To Know Going Into Trade On August 20
    Next Article
    પીજીમાં પ્રથમવાર NEP લાગુ, ફીમાં રૂ.1 હજારનો ઘટાડો:કચ્છ યુનિવર્સિટીના યુજી અને પીજીના એક્સ્ટર્નલ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment