Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની ‘જન કલ્યાણ શિબિર’નો ફિયાસ્કો:મહેમાનો ન ડોકાતા અધવચ્ચેથી જ કાર્યક્રમ આટોપી લેવાયો

    22 hours ago

    પ્રજાને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળી રહે તેવા ઉમદા હેતુથી ભાવનગર મહાનગરપાલિકા (મનપા) દ્વારા 'જન કલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ મનપાના કથિત અણઘડ આયોજનના કારણે આ સરકારી કાર્યક્રમનો ઘોર ફિયાસ્કો થયો હતો, અને ઉદ્ધાટન દરમ્યાન વેઢે ગણી શકાય એટલા ગણ્યા ગાંઠિયા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા, ​મનપા પરિસરમાં શિબિર માટે ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું અને આમંત્રિતો તથા જનતા માટે 100 થી વધુ ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. જોકે, કાર્યક્રમના નિર્ધારિત સમયે મુખ્ય મહેમાનો કે જનમેદની ન ડોકાતા ભારે કૌતુક સર્જાયું હતું. અંતે માત્ર 3 નગરસેવકોએ હાજરી આપી, ઔપચારિક રીતે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આટોપી લેવાની ફરજ પડી હતી, લ​મુખ્ય મહેમાનો ન આવતા સ્ટેજ પરનો કાર્યક્રમ અધવચ્ચે જ પૂરો જાહેર કરાયો. ​કાઉન્ટર પર યોજનાઓની કામગીરી સીધી શરૂ દેવામાં આવી. ​આ સમગ્ર ધબડકા અંગે જ્યારે મનપાના કાર્યપાલક ઈજનેર મહેકમ વિભાગના દેવાંગી મહેતાને પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ તંત્રનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, "અમે મહેમાનોને સમયસર આમંત્રણ આપી દીધા હતા, હવે આવવું કે ન આવવું તે તેમની મરજીની વાત છે ​મનપાના આવા બેજવાબદાર આયોજન અને તંત્રના જવાબોને પગલે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ચર્ચા છે કે યોગ્ય આયોજન અને સંકલનના અભાવે જ જન કલ્યાણના નામે પ્રજાના નાણાંનો ધુમાડો કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં અધિક માસની પૂર્ણાહુતિ:દ્વારકાધીશ અને બાલકૃષ્ણ મંદિરોમાં વિશેષ મનોરથ યોજાયા
    Next Article
    પાલનપુર વિધાનસભાની જનકલ્યાણ શિબિર ચંડીસરમાં યોજાઈ:નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment