Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર વિધાનસભાની જનકલ્યાણ શિબિર ચંડીસરમાં યોજાઈ:નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળ્યો

    एक दिन पहले

    બનાસકાંઠા જિલ્લાના ચંડીસર જિલ્લા પંચાયત ખાતે પાલનપુર વિધાનસભા વિસ્તારની જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી અને સ્થળ પર જ સેવાઓનો લાભ લીધો હતો. રાજ્યભરમાં તા. 12 થી 20 જૂન, 2026 દરમિયાન '12 વર્ષ: વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના' થીમ હેઠળ જનકલ્યાણ શિબિરો યોજાઈ રહી છે. આ શિબિરોનો મુખ્ય હેતુ સરકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી સરળતાથી પહોંચાડવાનો અને નાગરિકોને તેમના વિસ્તાર નજીક જ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. શિબિર દરમિયાન આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વય વંદના યોજના, પીએમ સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના, પીએમ સ્વનિધિ યોજના, વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ અને પેન્શન સહાય યોજનાઓ સહિત અનેક કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. વિવિધ વિભાગો દ્વારા અરજીઓ, દસ્તાવેજી પ્રક્રિયાઓ અને સેવાઓ અંગે સ્થળ પર જ સહાય પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા જેવી નાગરિક સેવાઓ સંબંધિત કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કર્યું હતું અને યોજનાઓનો મહત્તમ લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. એક જ સ્થળે વિવિધ વિભાગોની સેવાઓ ઉપલબ્ધ થતાં નાગરિકોમાં સંતોષ જોવા મળ્યો હતો. લોકોએ સરકારની આ પહેલને આવકારી હતી અને આવી શિબિરો દ્વારા સામાન્ય નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી મળતી હોવાનો પ્રતિસાદ આપ્યો હતો. આ જનકલ્યાણ શિબિરો સરકાર અને નાગરિકો વચ્ચેનો સીધો સંપર્ક મજબૂત બનાવે છે. રાજ્ય સરકારનો છેવાડાના માનવી સુધી વિકાસ અને કલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવાનો સંકલ્પ આવી શિબિરો દ્વારા વધુ વેગ પકડી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મનપાની ‘જન કલ્યાણ શિબિર’નો ફિયાસ્કો:મહેમાનો ન ડોકાતા અધવચ્ચેથી જ કાર્યક્રમ આટોપી લેવાયો
    Next Article
    Gujarat Varsad News LIVE | વરસાદ અને આગાહીના મોટા સમાચાર | Gujarat Monsoon 2026 | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment