Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં અધિક માસની પૂર્ણાહુતિ:દ્વારકાધીશ અને બાલકૃષ્ણ મંદિરોમાં વિશેષ મનોરથ યોજાયા

    21 hours ago

    પાટણ શહેરમાં પવિત્ર અધિક માસ (પુરુષોત્તમ માસ) ભક્તિમય માહોલ સાથે સંપન્ન થયો. આ માસ દરમિયાન વિવિધ પુષ્ટિમાર્ગીય અને વૈષ્ણવ મંદિરોમાં પ્રભુને અવનવા મનોરથ ધરાવવામાં આવ્યા હતા, જેનો લાભ હજારો દર્શનાર્થીઓએ લીધો હતો. પાટણના તૃતીય ગૃહ પીઠાધીશ્વર શ્રી દ્વારકાધીશ મંદિર અને બાલકૃષ્ણ લાલજી પ્રભુ (માજી મહારાજ હવેલી મંદિર) ખાતે વિશેષ ઉત્સવો ઉજવાયા. જગતધીશ ઠાકરજી પ્રભુશ્રી દ્વારકાધીશજી અને શ્રી બાલકૃષ્ણ લાલજી મહારાજને વૈભવી પાલખીમાં બિરાજમાન કરી વાજતે-ગાજતે બગીચામાં પધરાવવામાં આવ્યા હતા. બગીચાના નયનરમ્ય વાતાવરણમાં પ્રભુ માટે ખાસ ફૂલોના હિંડોળા તૈયાર કરાયા હતા, જ્યાં ભગવાને હિંડોળે ઝૂલીને ભક્તોને દિવ્ય દર્શન આપ્યા. અધિક માસ દરમિયાન શ્રી દ્વારકાધીશ મંદિર, બાલકૃષ્ણ લાલજી મંદિર અને ગિરધારી રોડ પર આવેલા સુપ્રસિદ્ધ રામજી મંદિર ખાતે ઠાકોરજીને દરરોજ ફૂલો, સૂકા મેવા અને તાજા ફળોના હિંડોળાના મનોરથ સજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પ્રભુ બગીચામાં ઝૂલણ ઝૂલતા હોય અને નાવ (નૌકા) વિહાર કરતા હોય તેવા અલૌકિક દર્શનની ઝાંખી પણ વૈષ્ણવો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. મંદિરોમાં માત્ર દર્શન જ નહીં, પરંતુ સમગ્ર માસ દરમિયાન પુરુષોત્તમ ભગવાનની કથા, ભજન-કીર્તન અને સંતવાણી જેવા આધ્યાત્મિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરાયું હતું. ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કથાશ્રવણ અને પ્રભુ ભક્તિનો મન મૂકીને લાભ લીધો, જેનાથી સમગ્ર પાટણ નગરી કૃષ્ણમય બની ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં PM ઈ-બસ સેવા અંતર્ગત આજથી ઈલેક્ટ્રિક બસ શરૂ:શહેરીજનોને 5 રૂટ પર 23 બસો દર અડધા કલાકે મળશે, પહેલી બસ સવારે 6:30 વાગ્યાથી, જુઓ રૂટ અને સમયપત્રક
    Next Article
    મનપાની ‘જન કલ્યાણ શિબિર’નો ફિયાસ્કો:મહેમાનો ન ડોકાતા અધવચ્ચેથી જ કાર્યક્રમ આટોપી લેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment