Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં PM ઈ-બસ સેવા અંતર્ગત આજથી ઈલેક્ટ્રિક બસ શરૂ:શહેરીજનોને 5 રૂટ પર 23 બસો દર અડધા કલાકે મળશે, પહેલી બસ સવારે 6:30 વાગ્યાથી, જુઓ રૂટ અને સમયપત્રક

    19 hours ago

    જામનગર શહેરના નાગરિકો માટે પરિવહન ક્ષેત્રે એક મોટા અને પર્યાવરણલક્ષી સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી PM ઈ-બસ સેવા અંતર્ગત જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા શહેરમાં આજથી દૈનિક ઈલેક્ટ્રિક બસ સેવાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. શહેરના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ આ આધુનિક બસોને લીલી ઝંડી આપીને જામનગરમાં ગ્રીન એનર્જી અભિયાનને ખુલ્લું મૂક્યું હતું. આજથી શરૂ થયેલી આ સેવા બાદ આવતીકાલથી તમામ નિર્ધારિત રૂટ પર દિવસ દરમિયાન બસો રાબેતા મુજબ શહેરીજનો માટે દોડતી થઈ જશે. પ્રથમ તબક્કામાં 23 ઈ-બસો દર અડધા કલાકે હાજર રહેશે શહેરીજનોની સુવિધા માટે પ્રથમ તબક્કામાં કુલ 23 ઈ-બસો રસ્તા પર ઉતારવામાં આવી છે. આ બસો માટે 5 અલગ-અલગ રૂટો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં મુસાફરોને દર 30 મિનિટે બસ સેવાનો લાભ મળશે. પ્રથમ તબક્કાના 5 મુખ્ય રૂટ અને તેની વિગતો આ મુખ્ય રૂટો ઉપરાંત શહેરના અન્ય મહત્વના વિસ્તારો જેવા કે કીર્તા પાન, શાલીગ્રામ હોસ્પિટલ, લાલપુર બાયપાસ, હોટલ અપના રાજધાની, નાઘેડી બાયપાસ, સ્વામીનારાયણ મંદિર, સમર્પણ સર્કલ, દિગ્ગામ સર્કલ, રાજ ચેમ્બર (ખોડીયાર કોલોની) અને ક્રિસ્ટલ મોલ વગેરે સ્થળોને પણ આ સેવામાં સાંકળી લેવામાં આવ્યા છે. ઘરે બેઠા બસ ટ્રેક કરવા માટે સત્તાવાર એપ્લિકેશન લોન્ચ શહેરીજનોને પરિવહનમાં વધુ સરળતા રહે અને તેઓ ઘરે બેઠા જ બસનું લાઈવ લોકેશન તેમજ સમય જાણી શકે તે માટે જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા સત્તાવાર મોબાઈલ એપ્લિકેશન પણ જાહેર કરવામાં આવી છે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા તંત્રની અપીલ જામનગર મહાનગરપાલિકાના સીટી એન્જિનીઅરના જણાવ્યા અનુસાર, આ તમામ ઈલેક્ટ્રિક બસો સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ નવીનતમ સુવિધાથી શહેરમાં હવાનું પ્રદૂષણ ઘટશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત થશે. મહાનગરપાલિકા દ્વારા જામનગરના નગરજનોને જાહેર પરિવહનની આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અને શહેરને સ્વચ્છ, સુંદર તેમજ હરિયાળું રાખવા માટે 'ગ્રીન એનર્જી'ના આ મહા-અભિયાનમાં જોડાવા હાર્દિક અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભારતની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર લોન્ચ:85% ઇથેનોલથી ચાલતી વેગન-આર ₹7.24 લાખમાં મળશે, પેટ્રોલ મોડેલ કરતાં ₹86,000 મોંઘી
    Next Article
    પાટણમાં અધિક માસની પૂર્ણાહુતિ:દ્વારકાધીશ અને બાલકૃષ્ણ મંદિરોમાં વિશેષ મનોરથ યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment