Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરની મોટીઢોલડુંગરી શાળામાં બાળ સંસદની ચૂંટણી સંપન્ન:નૈતિક પટેલ મહામંત્રી, શ્રેય પટેલ ઉપ મહામંત્રી તરીકે વિજેતા

    5 days ago

    ધરમપુર તાલુકાની મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળામાં સોમવાર, 15 જૂનના રોજ બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યો અને મતદાન પ્રક્રિયાની વ્યવહારુ સમજ કેળવવાનો હતો. આ ચૂંટણીમાં મહામંત્રી પદ માટે ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળી હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન વિદ્યાર્થીઓએ જ કર્યું હતું. મતદાર યાદી તૈયાર કરવાથી લઈને મતદાન, EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ની સંભાળ, મતગણતરી અને પરિણામ જાહેર કરવા સુધીની તમામ જવાબદારીઓ વિદ્યાર્થીઓની ટીમોએ સંભાળી હતી. ચૂંટણીને લઈને શાળાના બાળકોમાં ભારે ઉત્સાહ હતો. ધોરણ-3થી ધોરણ-8ના વિદ્યાર્થીઓએ લાઈનમાં ઊભા રહીને ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મતદાન કરનાર વિદ્યાર્થીઓ અને ચૂંટણી સ્ટાફ તરીકે ફરજ બજાવતા બાળ કર્મચારીઓ બંનેના ચહેરા પર ઉત્સાહ અને ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. મતગણતરીના અંતે, નૈતિક શૈલેષભાઈ પટેલ મહામંત્રી તરીકે જંગી મતોથી વિજયી થયા હતા. શ્રેય નીતિનભાઇ પટેલ ઉપ મહામંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ શૈક્ષણિક પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો, મતદાનનું મહત્વ, જાગૃત નાગરિક તરીકેની જવાબદારીઓ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાની વ્યવહારુ સમજ મળી હતી. કાર્યક્રમના અંતે, શાળાના આચાર્ય અને શિક્ષકોએ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તમામ વિદ્યાર્થીઓને લોકશાહીના આ મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવા પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    6 મહિનાથી છેડતી અને હેરાનગતિથી સગીરા પરેશાન:17 વર્ષની વિદ્યાર્થીનીને યુવકની ધમકી; 'મારા મેસેજનો જવાબ કેમ નથી આપતી, તારો ઘમંડ ઉતારી દઈશ', ડરી ગયેલી સગીરાએ અભયમની મદદ માગી
    Next Article
    દહેજ માટે સાસરીયાએ હદ વટાવી:પતિએ 1.68 લાખ પડાવી પત્નીને 7 વર્ષની દીકરી સાથે ઘરની બહાર કાઢી, નણંદ કહેતી તારું મોં જોઈને સ્મશાન યાદ આવે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment