Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 મહિનાથી છેડતી અને હેરાનગતિથી સગીરા પરેશાન:17 વર્ષની વિદ્યાર્થીનીને યુવકની ધમકી; 'મારા મેસેજનો જવાબ કેમ નથી આપતી, તારો ઘમંડ ઉતારી દઈશ', ડરી ગયેલી સગીરાએ અભયમની મદદ માગી

    5 days ago

    વડોદરા શહેરમાં 11મા ધોરણમાં અભ્યાસ કરતી 17 વર્ષની વિધાર્થિનીને એક યુવક રસ્તામાં રોકીને હેરાનગતિ કરતો હોવાથી કંટાળેલી યુવતીએ આખરે 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે તપાસ કરતાં યુવક છેલ્લા 6 મહિનાથી યુવતીને હેરાન કરતો હોવાનું સામે આવ્યું હતું. જેથી યુવક ભાગી ગયો હતો. સગીરાના પરિવારે યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા શહેરના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષની યુવતીએ 181 અભયમ હેલ્પલાઇન પર કોલ કરીને ફરિયાદ કરી હતી કે, તેની સોસાયટીમાં રહેતો એક યુવક લાંબા સમયથી તેની છેડતી કરીને માનસિક ત્રાસ આપી રહ્યો છે. ફરિયાદ મળતા અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવતી તેમજ તેના પરિવારજનો સાથે વાતચીત કરીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. યુવક છેલ્લા 6 મહિનાથી યુવતીનો પીછો કરતો હતો અને તેને વારંવાર હેરાન કરતો હતો. યુવતી જ્યારે એકલી હોય ત્યારે તેની સાથે વાત કરવાનો અને નજીક આવવાનો પ્રયાસ કરતો હતો. થોડા દિવસ પહેલા યુવતી ઘરેથી દૂધ લેવા માટે નીકળી હતી ત્યારે યુવકે રસ્તામાં રોકીને ધમકીભર્યા શબ્દોમાં કહ્યું હતું કે, “મારા મેસેજનો જવાબ કેમ નથી આપતી, તને બહુ ઘમંડ છે, તારો ઘમંડ ઉતારી દઈશ.” યુવકના આવા વર્તનથી સગીરા ગભરાઈ બની ગઈ હતી અને સમગ્ર વાત પોતાની મોટી બહેનને જણાવી હતી. ત્યારબાદ યુવકના પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારજનોએ યુવકની હરકતોને ગંભીરતાથી લેવાના બદલે તેનો બચાવ કર્યો હતો. જેના કારણે યુવતી અને તેના પરિવારની ચિંતા વધુ વધી હતી. અભયમની ટીમ યુવકના ઘરે પહોંચી પૂછપરછ કરવા ગઈ હતી, પરંતુ યુવક ઘરેથી ભાગી ગયો હતો. આખરે અભયમની ટીમે સગીરાને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને યુવક વિરુદ્ધ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાયત્રી મંદિર પર ચાલતા જુગાર પર દરોડો:પોલીસ ખાનગી વાહનમાં પહોંચી, અમદાવાદના બે લોકો સહિત ચાર ઝડપાયા
    Next Article
    ધરમપુરની મોટીઢોલડુંગરી શાળામાં બાળ સંસદની ચૂંટણી સંપન્ન:નૈતિક પટેલ મહામંત્રી, શ્રેય પટેલ ઉપ મહામંત્રી તરીકે વિજેતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment