Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેજ માટે સાસરીયાએ હદ વટાવી:પતિએ 1.68 લાખ પડાવી પત્નીને 7 વર્ષની દીકરી સાથે ઘરની બહાર કાઢી, નણંદ કહેતી તારું મોં જોઈને સ્મશાન યાદ આવે છે

    5 days ago

    ગાંધીનગરના સેક્ટર-25માં હાલ પિયરમાં આશરો લઈ રહેલી 38 વર્ષીય પરિણીતાને સાસરિયાં દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપી દહેજ પેટે લાખો રૂપિયા અને સોના-ચાંદીના દાગીના પડાવી લેવામાં આવ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. દાદાએ આપેલી 1.68 લાખની ફિક્સ ડિપોઝિટ (FD) અને સ્ત્રીધન આંચકી લીધા બાદ પણ સંતોષ ન થતાં, પરિણીતાને તેની દીકરી સાથે ઘરની બહાર હાંકી કાઢવામાં આવી હતી. આ મામલે ગાંધીનગર મહિલા પોલીસ મથકમાં પતિ, સાસુ અને નણંદ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. લગ્નના ત્રણ મહિના બાદ જ શરૂ થયો ત્રાસ મળતી વિગતો અનુસાર, પીડિત પરિણીતાના લગ્ન વર્ષ ૨૦૧૩માં સામાજિક રીત-રિવાજ મુજબ અમદાવાદના નારણપુરા, વિજયનગર ક્રોસિંગ પાસે આવેલા રિદ્ધિ વિનાયક ટાવરમાં રહેતા પંકજ શુક્લાના દીકરા શિરીન સાથે થયા હતા. લગ્નના પ્રારંભિક સમય બાદ પરિણીતાના દાદાએ આપેલી 1.68 લાખની ફિક્સ ડિપોઝિટ સાસરિયાંઓએ દહેજ પેટે પડાવી લીધી હતી. લગ્નના માત્ર ત્રણ મહિના બાદ જ સાસુએ પતિ-પત્નીને સાથે સૂવા દેવાનું બંધ કરી દીધું હતું અને પરિણીતાને તેના પિયરમાં ફોન પર વાત કરવા પર પણ પાબંદી લગાવી દીધી હતી. ઘરમાં સાથે રહેતા વિધવા નણંદ પણ અવારનવાર મેણાં મારીને માનસિક ટોર્ચર કરતા અને કહેતા કે, "તારું મોં જોવું ગમતું નથી, તને જોઉં ત્યારે સ્મશાનની યાદ આવે છે અને તું છોકરીના નામે કલંક છે." નોકરાણી જેવું વર્તન અને અવારનવાર ઝઘડા પરિણીતાને સાસરીમાં સન્માન આપવાને બદલે નોકરાણી જેવી સ્થિતિમાં રાખવામાં આવતી હતી. પરિણીતા જ્યારે અગાઉ નોકરી કરતી હતી ત્યારે સસરાએ લઈ આપેલું સ્કૂટી વાપરવા બાબતે પણ નણંદે ગાળો ભાંડી હતી. આટલું જ નહીં, જ્યારે પરિણીતાના પિતા અને દાદીનું અવસાન થયું, ત્યારે પણ પતિએ તેને સાંત્વના આપવાને બદલે ઘરકંકાસ કરીને ઝઘડો કર્યો હતો. ઢોર માર મારી દીકરી સાથે ઘરની બહાર કાઢી મૂકી આ ત્રાસ વણથંભ્યો રહ્યો અને બે મહિના પહેલાં જ્યારે પરિણીતાએ પિયર જવા માટે પતિને પૂછ્યું, ત્યારે પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે "આજ દિન સુધી મને પૂછ્યું છે તે આજે પૂછે છે" તેમ કહી ગાળો બોલી પરિણીતાને ઢોર માર માર્યો હતો. સાસરિયાંઓએ પરિણીતાના સોના-ચાંદીના દાગીના અને તમામ સ્ત્રીધન દહેજરૂપે બળજબરીથી પડાવી લીધું હતું અને તેને તેની દીકરી સાથે ઘરની બહાર હાંકી કાઢી હતી. અંતે કંટાળીને પરિણીતાએ ન્યાય મેળવવા માટે ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે તેના પતિ શિરીન શુક્લા, સાસુ અને નણંદ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ધરમપુરની મોટીઢોલડુંગરી શાળામાં બાળ સંસદની ચૂંટણી સંપન્ન:નૈતિક પટેલ મહામંત્રી, શ્રેય પટેલ ઉપ મહામંત્રી તરીકે વિજેતા
    Next Article
    યાત્રીગણ કૃપયા ધ્યાન દે!:ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ 6 મહિના માટે આંશિક રીતે રદ્દ, હવે ગાંધીગ્રામ સુધી જ દોડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment