Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં જન કલ્યાણ શિબિર યોજાઈ:ગ્રામજનોને ‘સુગમ ડિજિટલ પોર્ટલ’ વિશે માહિતી અપાઈ, વિવિધ યોજનાઓના લાભો ઉપલબ્ધ કરાયા

    5 days ago

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ 'જન કલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યારાના કાનપુરા ખાતે યોજાયેલી આ શિબિરમાં કલ્યાણકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર અને લાભાર્થીઓને સ્થળ પર જ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ શિબિર તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, અને તેનું અધ્યક્ષપદ વ્યારા મામલતદાર મનીષભાઈ ભોય દ્વારા સંભાળવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાગરિકોને ટેક્નોલોજી દ્વારા સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત ગ્રામજનોને ‘સુગમ ડિજિટલ પોર્ટલ’ વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું, જે સરકારની તમામ ઓનલાઈન સેવાઓ એક જ જગ્યાએથી ઘરબેઠાં મેળવવામાં મદદરૂપ થશે અને સમયની બચત કરશે. જન કલ્યાણ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો હતો. શિબિરમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ હાજર રહીને નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કેમ્પમાં પીએમ સૂર્ય ઘર યોજના (સોલાર એનર્જી સબસિડી), વ્હાલી દીકરી અને લખપતિ દીદી યોજના (મહિલા સશક્તિકરણ), પી.એમ.જે.એ.વાય. (આયુષ્માન કાર્ડ) માટે સ્થળ પર જ રજીસ્ટ્રેશન, અને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ સહિતની મહત્વની યોજનાઓના લાભો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જિલ્લા માહિતી કચેરી દ્વારા શિબિરમાં આવેલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓની સચોટ વિગતો આપતા પુસ્તકો અને સાહિત્યનું વિતરણ કરાયું હતું. શિબિરમાં ઉપસ્થિત ગ્રામજનોએ પણ વહીવટી તંત્રના આ અભિગમની સરાહના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં સરકારી શાળાની જમીન ખાનગી ટ્રસ્ટને સોંપવાનો આદેશ:ચાણક્યપુરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ
    Next Article
    ગોધરાના દારૂનિયા ગામે રખડતા શ્વાનનો હુમલો:ઘર આંગણે ઉભેલા ભાઈ-બહેનને પગમાં બચકા ભર્યા, ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment