Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં સરકારી શાળાની જમીન ખાનગી ટ્રસ્ટને સોંપવાનો આદેશ:ચાણક્યપુરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ

    5 days ago

    પાલનપુર, બનાસકાંઠા: પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી ચાણક્યપુરી પ્રાથમિક શાળાની જમીન તેના મૂળ માલિક ખાનગી ટ્રસ્ટને પરત સોંપવાનો આદેશ થતાં વિવાદ સર્જાયો છે. આ નિર્ણયને કારણે શાળામાં અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત આ શાળાની જમીન ખાનગી ટ્રસ્ટને સોંપવાના આદેશથી સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે. વિદ્યાર્થીઓને ક્યાં શિક્ષણ મેળવવા જવું તે અંગે ચિંતા પ્રવર્તી રહી છે. આ શાળાને બચાવવા માટે વિસ્તારના લોકો મેદાને આવ્યા છે. સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી શાળા બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે. જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ અંગે અમૃતલાલ કાનજીભાઈએ જણાવ્યું હતું કે, ચાણક્યપુરી પ્રાથમિક શાળા 1991થી કાર્યરત છે. આ શાળામાં આસપાસના ગરીબ અને અતિ ગરીબ પરિવારોના બાળકો ધોરણ 1 થી 6 સુધી અભ્યાસ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 2002માં નામદાર કલેક્ટરે સર્વે નંબર 540 પૈકીની જમીનમાંથી એક ખાનગી સંસ્થા (મહેસાણાના એક ટ્રસ્ટ)ને જમીન ફાળવવા માટે હુકમ કર્યો હતો. હાલમાં આ શાળા ખાલી કરાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. કાનજીભાઈએ ભારપૂર્વક જણાવ્યું કે, બાળકો, ખાસ કરીને કન્યાઓ અને રિમાન્ડ હોમના બાળકોના શૈક્ષણિક હિતો જોખમાય નહીં તે માટે આ પ્રાથમિક શાળા આ જ જગ્યાએ ચાલુ રહેવી જોઈએ. જો તે સમયે સરકારે સર્વે નંબર 540ને સરકારી નંબર તરીકે ફ્રી ગ્રાન્ટથી શાળા સંકુલ તરીકે જિલ્લા પંચાયતને ફાળવ્યો હોત, તો ખાનગી સંસ્થાને ફાળવણીનો પ્રશ્ન ઊભો ન થાત. તેમણે ઉમેર્યું કે, આ શાળા હાઈવે વિસ્તારમાં આવેલી હોવાથી બાળકોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તો ટ્રાફિકના કારણે તેમના જીવનનું જોખમ વધી શકે છે. તેથી, આ પ્રાથમિક શાળા કાયમી ધોરણે આ જ જગ્યાએ ચાલુ રહેવી જોઈએ તેવી તમામ રહીશોની માંગણી છે.
    Click here to Read More
    Previous Article
    સોનગઢના છેતરપિંડી કેસનો વોન્ટેડ આરોપી વ્યારાથી ઝડપાયો:સુરતના યાસીર શેખ પાસેથી મોબાઈલ જપ્ત, કાયદેસરની કાર્યવાહી શરૂ
    Next Article
    તાપીમાં જન કલ્યાણ શિબિર યોજાઈ:ગ્રામજનોને ‘સુગમ ડિજિટલ પોર્ટલ’ વિશે માહિતી અપાઈ, વિવિધ યોજનાઓના લાભો ઉપલબ્ધ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment