Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢના છેતરપિંડી કેસનો વોન્ટેડ આરોપી વ્યારાથી ઝડપાયો:સુરતના યાસીર શેખ પાસેથી મોબાઈલ જપ્ત, કાયદેસરની કાર્યવાહી શરૂ

    5 days ago

    તાપી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ, તાપી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. સોનગઢ પોલીસ સ્ટેશનના છેતરપિંડી અને આઈ.ટી. એક્ટના ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને વ્યારા કોલેજ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વ્યારા કોલેજ બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. પોલીસે સુરત શહેરના સંગરામપુરા વિસ્તારમાં રહેતા યાસીર જલાલુદ્દીન શેખ ને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપી પાસેથી રૂ. 5,000ની કિંમતનો એક ઓપ્પો કંપનીનો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ- 35(1) મુજબ અટકાયત કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 317(2), 317(4), 318(4), 319(2), 61(2)(એ), 3(5) તથા આઇ.ટી. એક્ટ 2000ની કલમ 66(સી) અને 66(d) મુજબ ગુનો (ગુ.ર.નં. 11824004253006/2025) નોંધાયેલો હતો. વધુ કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી LCBએ 4 ચોરાયેલા બાઈક સાથે એક આરોપી પકડ્યો:1.25 લાખનો મુદ્દામાલ જપ્ત, અમરેલી સહિત અનેક ચોરીનો ભેદ ઉકેલાયો
    Next Article
    પાલનપુરમાં સરકારી શાળાની જમીન ખાનગી ટ્રસ્ટને સોંપવાનો આદેશ:ચાણક્યપુરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment