Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી LCBએ 4 ચોરાયેલા બાઈક સાથે એક આરોપી પકડ્યો:1.25 લાખનો મુદ્દામાલ જપ્ત, અમરેલી સહિત અનેક ચોરીનો ભેદ ઉકેલાયો

    5 days ago

    અમરેલી LCB ટીમે વાહન ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ 4 મોટરસાયકલ સહિત રૂ. 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીથી અમરેલી, અમદાવાદ, રાજકોટ અને પાલીતાણા સહિતના વિસ્તારોમાં થયેલી મોટરસાયકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પકડાયેલા આરોપીનું નામ જેન્તી ઉર્ફે પાયલ ઉર્ફે પાયલો હરજીભાઈ ઉર્ફે હરગોવન ઉર્ફે બાબુભાઈ બારીયા (ડામોર) છે. તે મૂળ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા હિરાટીંબા ફળિયાનો રહેવાસી છે. પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં ચાર મોટરસાયકલનો સમાવેશ થાય છે: હીરો CB Shine (GJ-03-LC-3639) અંદાજિત કિંમત રૂ. 40,000; હીરો સ્પ્લેન્ડર પ્લસ (GJ-01-VM-7648) અંદાજિત કિંમત રૂ. 35,000; હીરો સ્પ્લેન્ડર પ્લસ (GJ-03-JG-5387) અંદાજિત કિંમત રૂ. 20,000; અને હીરો સ્પ્લેન્ડર પ્લસ (GJ-04-DH-3239) અંદાજિત કિંમત રૂ. 30,000. કુલ મુદ્દામાલની કિંમત રૂ. 1,25,000 આંકવામાં આવી છે. આરોપીની કબૂલાત મુજબ, તેણે અમરેલી શહેરના બહુમાળી ભવન સામેથી CB Shine, અમદાવાદના વસંતપુરા વિસ્તારમાંથી સ્પ્લેન્ડર પ્લસ, રાજકોટના પોપટપરા વિસ્તારમાંથી સ્પ્લેન્ડર પ્લસ અને પાલીતાણા શહેરમાંથી સ્પ્લેન્ડર પ્લસની ચોરી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 3 અનડિટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જ્યારે પાલીતાણાની ચોરી અંગે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસ મુજબ, આરોપી મજૂરી કામ માટે અલગ-અલગ શહેરોમાં જતો હતો. કામ પૂર્ણ થતાં પહેલાં તે આસપાસના વિસ્તારમાં હેન્ડલ લોક વગર પાર્ક કરાયેલા મોટરસાયકલ પર નજર રાખતો હતો. બાદમાં તે વાહનોને સીધા સ્ટાર્ટ કરીને ચોરી કરી ફરાર થઈ જતો હતો. આ સમગ્ર કામગીરી અમરેલી LCBના પીઆઈ સી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.ડી. ગોહિલ, પીએસઆઈ જે.ડી. વાઘેલા તથા LCBના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    બાલાચડી બીચ પર યુવાનનું ડૂબી જવાથી મોત:જામનગરના 40 વર્ષીય સલીમ જખરા કીચડમાં ફસાતા જીવ ગુમાવ્યો
    Next Article
    સોનગઢના છેતરપિંડી કેસનો વોન્ટેડ આરોપી વ્યારાથી ઝડપાયો:સુરતના યાસીર શેખ પાસેથી મોબાઈલ જપ્ત, કાયદેસરની કાર્યવાહી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment