Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના દારૂનિયા ગામે રખડતા શ્વાનનો હુમલો:ઘર આંગણે ઉભેલા ભાઈ-બહેનને પગમાં બચકા ભર્યા, ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

    5 days ago

    પંચમહાલ જિલ્લામાં રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. ગોધરા તાલુકાના દારૂનિયા ગામે રખડતા શ્વાને ઘર આંગણે ઉભેલા સગા ભાઈ-બહેન પર હુમલો કર્યો હતો. બંનેને પગના ભાગે બચકા ભરતા સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દારૂનિયા ગામે રહેતા લીલાબેન દિનેશભાઈ રાઠવા અને તેમના ભાઈ રાજુ દિનેશભાઈ રાઠવા પોતાના ઘરના આંગણામાં ઉભા હતા. આ દરમિયાન અચાનક એક રખડતા શ્વાને તેમના પર હિંસક હુમલો કર્યો હતો અને પગના ભાગે બચકા ભર્યા હતા. ઈજાગ્રસ્ત ભાઈ-બહેનને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. આ ઘટનાને પગલે લોકોમાં પોતાના ઘર આંગણે પણ સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે. તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં જન કલ્યાણ શિબિર યોજાઈ:ગ્રામજનોને ‘સુગમ ડિજિટલ પોર્ટલ’ વિશે માહિતી અપાઈ, વિવિધ યોજનાઓના લાભો ઉપલબ્ધ કરાયા
    Next Article
    Farmers' tractor rally in Gandhinagar LIVE | ગાંધીનગરમાં ખેડૂતોની ટ્રૅક્ટર રેલી | Ahmedabad | Police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment