Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'છાવા' ફેમ સંચિતા ઉગલેએ આત્મહત્યા કરી:મોતના થોડા કલાકો પહેલાં ડાન્સ કરતી રીલ પોસ્ટ કરી હતી, ઘરમાં સાડીથી પંખે લટકી ફાંસો ખાધો

    6 days ago

    'છાવા' ફેમ એક્ટ્રેસ સંચાતિ ઉગલેએ સોમવારે આત્મહત્યા કરી લીધી છે. 22 વર્ષીય એક્ટ્રેસનો મૃતદેહ સીલિંગ ફેન પર લટકતો મળ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મામલાની તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે, આત્મહત્યાની થોડી કલાકો પહેલાં જ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરી હતી, જેમાં તે ખુશીથી ડાન્સ કરતી જોવા મળી રહી છે. 'સુસાઇડ નોટ મળી નથી' એક પોલીસ અધિકારીએ ન્યૂઝ એજન્સી PTI ને જણાવ્યું, 'અમારી ટીમ માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી. અમને ત્યાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. સુસાઈડ નોટ પણ મળી નથી. ઘટના સમયે તેઓ ઘરે એકલા હતા. તેમના પિતાને મામલામાં કોઈ ગડબડની શંકા નથી. તેમણે દીકરીના મોત માટે કોઈને જવાબદાર પણ ઠેરવ્યા નથી.' સંચિતા પોતાના માતા-પિતા સાથે મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતી હતી. તે ટીવી સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’ અને ‘વાગલે કી દુનિયા’માં જોવા મળી હતી. મોતનાં થોડા કલાકો પહેલાં વીડિયો પોસ્ટ કર્યો સંચિતાના નિધનનાં બરાબર થોડા કલાકો પહેલાં જ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક રીલ પોસ્ટ કરવામાં આવી હતી. વીડિયોમાં એક્ટ્રેસ 'ડફલી વાલે, ડફલી બજા' ગીત પર લિપસિંક કરતી જોવા મળી હતી. આ વીડિયોના કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું હતું, ‘મેં નાચું, તું નચા.’ કોમેન્ટ સેક્શનમાં એક્ટ્રેસના ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતી અને સતત પોસ્ટ કરતી રહેતી હતી. તેના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ 39 હજાર ફોલોઅર્સ છે. સંચિતા અનેક ટીવી શો અને ફિલ્મોનો ભાગ રહી છે સંચિતા ઉગલેએ અનેક ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. તે લોકપ્રિય ટીવી શો 'કુમકુમ ભાગ્ય', 'વાગલે કી દુનિયા' જેવા અનેક શોનો ભાગ રહી ચૂકી હતી. છેલ્લે તે દંગલ ટીવી ચેનલના શો ‘સાજન ઘર મેં’માં જોવા મળી હતી. તે લોકપ્રિય શો ‘દિલવાલી દુલ્હા લે જાયેગી’માં સૌરભ બેદી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. સંચિતાએ ફિલ્મ 'છાવા'માં પણ કામ કર્યું હતું. તેમાં તે તારાબાઈના પાત્રમાં જોવા મળી હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં વિકી કૌશલ અને અક્ષય ખન્ના જોવા મળ્યા હતા. આ ઉપરાંત સંચિતાએ મનોજ બાજપેયી સાથે 'સાયલન્સ 2: ધ નાઈટ આઉલ બાર શૂટઆઉટ'માં પણ કામ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    શ્રીલંકા-Aએ પહેલી વિકેટ પણ ગુમાવી:નિશાંતુ સિંધુએ જોરદાર બોલ્ડ કર્યો; ઈન્ડિયા-Aએ 266 રનનો ટાર્ગેટ આપ્યો; SL-Aનો સ્કોર 70/1
    Next Article
    દાવો-બાંગ્લાદેશી વડાપ્રધાનના સલાહકાર દિલ્હી એરપોર્ટ પરથી પાછા ફર્યા:અધિકારીઓએ 2 કલાક પૂછપરછ કરી હતી, કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment