Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમિલનાડુ વિધાનસભા ચૂંટણી- અત્યાર સુધીમાં 2 નવી પાર્ટીઓની જાહેરાત:જયલલિતાની નજીકની શશિકલાએ ઓલ ઇન્ડિયા પુરચ્ચિ થલૈવર મક્કલ મુનેત્ર કઝગમ પાર્ટી બનાવી, કહ્યું- ગઠબંધન કરીશું

    14 hours ago

    તમિલનાડુમાં વિધાનસભાનો કાર્યકાળ 10 મે 2026ના રોજ પુરો થઈ રહ્યો છે. સામાન્ય રીતે ચૂંટણી કાર્યકાળ પુર્ણ થવાના 4-6 અઠવાડિયા પહેલા યોજાય છે. આવી સ્થિતિમાં, ચૂંટણી એપ્રિલના બીજા અઠવાડિયામાં યોજાવાની શક્યતા છે. આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં બે નવી પાર્ટીઓ મેદાનમાં ઉતરી રહી છે. તેમાંથી એક છે અભિનેતા થલાપતિ વિજયની પાર્ટી તમિઝગા વેત્રિ કઝગમ (TVK), જેણે 234 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. બીજી છે તમિલનાડુના પૂર્વ CM જયલલિતાના નજીકના અને AIADMKમાંથી હાંકી કાઢવામાં આવેલા વીકે શશિકલાની પાર્ટી ઓલ ઇન્ડિયા પુરચ્ચિ થલૈવર મક્કલ મુનેત્ર કઝગમ (AIPTMMK), જે 40 બેઠકો પર ચૂંટણી લડશે. શશિકલાએ પોતાની પાર્ટીના નામની જાહેરાત 13 માર્ચના રોજ જ કરી છે. પાર્ટીનું ચૂંટણી ચિન્હ નાળિયેર ટ્રી ફાર્મ છે. પાર્ટીના ઝંડા પર અન્ના, એમજીઆર અને જયલલિતાની તસવીરો છે. શશિકલાએ કહ્યું છે કે તેમની પાર્ટી એકલા ચૂંટણી નહીં લડે, પરંતુ સમાન વિચારધારા ધરાવતી પાર્ટીઓ સાથે ગઠબંધન કરશે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી સંબંધિત અપડેટ્સ કોંગ્રેસે તમિલનાડુ ચૂંટણીઓ માટે સમિતિઓ બનાવી તમિલનાડુ ચૂંટણીઓની તૈયારી કરતા, કોંગ્રેસે શુક્રવારે ચૂંટણી સંબંધિત અનેક સમિતિઓ બનાવી, જેમાં કે. સેલ્વપેરુન્થગાઈની અધ્યક્ષતામાં એક પ્રદેશ ચૂંટણી સમિતિનો પણ સમાવેશ થાય છે. પાર્ટીના એક નિવેદન અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તમિલનાડુમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે રાજ્ય સ્તરીય સમિતિઓની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત, અભિયાન સમિતિ, ચૂંટણી ઘોષણાપત્ર સમિતિ, ચૂંટણી વ્યવસ્થાપન અને સંકલન સમિતિ પણ બનાવવામાં આવી છે. કોંગ્રેસ આ ચૂંટણીઓ સત્તાધારી પક્ષ DMK સાથે ગઠબંધનમાં લડી રહી છે. DMK એ તેના મુખ્ય સહયોગી કોંગ્રેસને 28 બેઠકો, વાઈકોની MDMKને ચાર બેઠકો, અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ તથા માનિથનેયા મક્કલ કાચીને બબ્બે બેઠકો ફાળવી છે.
    Click here to Read More
    Previous Article
    ગંભીર 2 ICC ટ્રોફી જીતનારા પ્રથમ ભારતીય કોચ:ગાંગુલીએ કહ્યું-અસલી પરીક્ષા 2027 વર્લ્ડ કપમાં થશે, ટેસ્ટ ક્રિકેટમાં પીચનો મોહ છોડવો પડશે
    Next Article
    જીજ્ઞેશ મેવાણી- મનીષા વકીલ વચ્ચે ઉગ્ર દલીલો:એકલા ખેડામાં જ 20 હજાર બાળકો કુપોષિત; વિધાનસભામાં મેવાણીએ આંકડાના આધારે ચર્ચા શરૂ કરતાં મંત્રી ઘેરાયાં

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment