Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીલંકા-Aએ પહેલી વિકેટ પણ ગુમાવી:નિશાંતુ સિંધુએ જોરદાર બોલ્ડ કર્યો; ઈન્ડિયા-Aએ 266 રનનો ટાર્ગેટ આપ્યો; SL-Aનો સ્કોર 70/1

    6 days ago

    ઈન્ડિયા-Aએ દાંબુલામાં રમાઈ રહેલી મેચમાં શ્રીલંકાને 266 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં શ્રીલંકા-Aનો સ્કોર 7 ઓવરમાં 70/1 છે. ટીમ તરફથી નિરોશન ડિકવેલા અને વિશેન હલામ્બેગે ક્રિઝ પર છે. નિશાંત સિંધુએ અવિષ્કા ફર્નાન્ડોને બોલ્ડ કર્યો. 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વન-ડે ટ્રાય સિરીઝમાં વધુ એક વખત નિષ્ફળ રહ્યો છે. તે આજની મેચમાં માત્ર 21 રન જ બનાવી શક્યો. વૈભવ ઉપરાંત, અનુકુલ રોય 8 રન, નિશાંત સિંધુ 6 રન, આયુષ બદોની 15 રન અને પ્રભસિમરન સિંહ 11 રન બનાવીને આઉટ થયા. જોકે ઋતુરાજ ગાયકવાડ (37 રન) અને તિલક વર્મા (23 રન) એ 52 રનની ભાગીદારી કરીને ભારતીય ટીમને સંભાળી હતી. અંતમાં સૂર્યાંશ શેડગે (72 રન) અને વિપરાજ નિગમે (51 રન) 104 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 250ને પાર પહોંચાડી દીધો. ટીમ ઈન્ડિયા 49.2 ઓવરમાં 265 રન પર ઓલઆઉટ થઈ ગઈ. શ્રીલંકાના વિજયકાંત વિયાસકાંત અને મોહમ્મદ શિરાજે 3-3 વિકેટ ઝડપી. વૈભવ ટ્રાઈ-સિરીઝમાં ફિફ્ટી ફટકારી નથી શક્યો વૈભવ આ ટ્રાઈ-સિરીઝમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી. તેણે શ્રીલંકા-A સામેની છેલ્લી મેચમાં 14 રન અને અફઘાનિસ્તાન સામે 22 બોલમાં 44 રન બનાવ્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, નિશાંત સિંધુ, અનુકુલ રોય, અરશદ ખાન, વિપરાજ નિગમ અને યશ ઠાકુર. શ્રીલંકા-A: નિરોશન ડિકવેલા (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, વિશેન હલામ્બેગે, સદીરા સમરવિક્રમા (વિકેટકીપર), અહાન વિક્રમસિંગે, સહાન અરાચિગે (કેપ્ટન), વાનુજા સહન, વિજયકાંત વિયાસકાંત, કુગદાસ મથુલન, ચમિકા કરુણારત્ને અને મોહમ્મદ શિરાજ.
    Click here to Read More
    Previous Article
    India A vs Sri Lanka A Live Score, Tri Series 2026: Ayush Badoni picked Vishen Halambage in Dambulla
    Next Article
    'છાવા' ફેમ સંચિતા ઉગલેએ આત્મહત્યા કરી:મોતના થોડા કલાકો પહેલાં ડાન્સ કરતી રીલ પોસ્ટ કરી હતી, ઘરમાં સાડીથી પંખે લટકી ફાંસો ખાધો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment