Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરનાં સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરે ભક્તોની લાંબી કતારો:પરષોત્તમ માસની સોમવારી અમાસ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ વહેલી સવારથી ઉમટ્યા

    4 days ago

    જામનગરમાં પરષોત્તમ માસની સોમવારી અમાસ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો. હિન્દુ ધર્મમાં અમાસના દિવસનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. પંચેશ્વર ટાવર પાસે આવેલા સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મહાદેવ મંદિરે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. શિવભક્તો ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ મંદિરે પહોંચી ગયા હતા. કુબેર ભંડારી મહાદેવના દર્શન અને જલાભિષેક કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે'ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ધાર્મિક માન્યતા અનુસાર, અમાસના દિવસે કુબેર ભંડારી મહાદેવના દર્શન કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તેમજ દાન-પુણ્યનું ફળ અક્ષય રહે છે. ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, મંદિર પ્રશાસન અને સ્થાનિક સેવાભાવી કાર્યકરો દ્વારા વ્યવસ્થા જાળવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે લાઈનની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દિવસભર ભક્તોનો પ્રવાહ ચાલુ રહેવાની અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    23 જૂનથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ:બાલવાટિકાથી ઉચ્ચત્તર માધ્યમિક સુધી 100% નામાંકનનું લક્ષ્ય
    Next Article
    બોટાદમાં આરોગ્ય વિભાગે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજ્યો:દવાઓ, એક્સ-રે, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment