Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં આરોગ્ય વિભાગે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજ્યો:દવાઓ, એક્સ-રે, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ કરાઈ

    4 days ago

    બોટાદ શહેરમાં 15 જૂન, 2026 ના રોજ કરીમનગર હમીદની વાડી ખાતે એક નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી આરોગ્ય કેન્દ્ર-2 બોટાદ અને જિલ્લા ક્ષય કેન્દ્રના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં 100 થી વધુ લોકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પમાં જાહેર જનતા માટે ડિજિટલ એક્સ-રે, શરદી-ઉધરસની તપાસ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ, તેમજ લોહીની તપાસ જેવી સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, જરૂરી દવાઓ પણ મફતમાં વિતરણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરીમનગર સોસાયટીના પ્રમુખ સલુભાઈ હમીરાણી, કરીમભાઈ અંદાણી અને કરીમનગર હમીદની વાડીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા વોર્ડના સભ્યો, કરીમનગર સોસાયટીના પ્રમુખ-ઉપપ્રમુખ અને અન્ય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જામનગરનાં સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરે ભક્તોની લાંબી કતારો:પરષોત્તમ માસની સોમવારી અમાસ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ વહેલી સવારથી ઉમટ્યા
    Next Article
    વલસાડમાં બ્રાઉન હેરોઈન સાથે પંજાબનો શખ્સ ઝડપાયો:નેશનલ હાઈવે પરથી રૂરલ પોલીસે કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment