Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    23 જૂનથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ:બાલવાટિકાથી ઉચ્ચત્તર માધ્યમિક સુધી 100% નામાંકનનું લક્ષ્ય

    4 दिन पहले

    રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને 100 ટકા નામાંકન (એન્રોલમેન્ટ) સુનિશ્ચિત કરવા માટે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 23 જૂનથી 26 જૂન દરમિયાન ત્રણ દિવસ સુધી ચાલનારા આ શૈક્ષણિક મહાયજ્ઞને સફળ બનાવવા માટે ગાંધીનગર જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બાલવાટિકાથી લઈને રેસિડેન્સિયલ શાળાઓ સુધી પ્રવેશ પર વિશેષ ભાર બનાવની વિગત એવી છે કે, આ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા માત્ર પ્રાથમિક જ નહીં, પરંતુ માધ્યમિક, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળાઓ સહિત ઉચ્ચત્તર માધ્યમિક સુધીના તમામ સ્તરે વિદ્યાર્થીઓના 100 ટકા પ્રવેશ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ મહોત્સવના સફળ સંચાલન માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવ દરમિયાન રાજ્યકક્ષાના મંત્રીઓ, કલેક્ટર સહિતના ઉચ્ચ આઇએએસ (IAS) અધિકારીઓ અને પદાધિકારીઓ વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લઈને ભૂલકાંઓને શૈક્ષણિક કીટ આપીને આવકારશે. મહાનુભાવોના રૂટ માટે ખાસ માઇક્રો પ્લાનિંગ તૈયાર કરાયું શિક્ષણ વિભાગના સત્તાવાર નિયમ મુજબ, પ્રવેશોત્સવમાં આવનારા પ્રત્યેક મહાનુભાવના રૂટમાં સામાન્ય રીતે એક ઉચ્ચત્તર માધ્યમિક, એક માધ્યમિક અને એક પ્રાથમિક શાળાની મુલાકાત સામેલ કરવામાં આવશે. જોકે, અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ઉચ્ચત્તર માધ્યમિક શાળા ઉપલબ્ધ ન હોય, ત્યાં માધ્યમિક વિભાગની 2 શાળાઓ અને 1 પ્રાથમિક શાળા રાખવાનું નક્કી કરાયું છે. તેમજ જ્યાં આવી વ્યવસ્થા પણ શક્ય ન હોય, ત્યાં માધ્યમિકની 1 અને પ્રાથમિક વિભાગની 2 શાળાઓને રૂટમાં સાંકળીને ચોક્કસ આયોજન કરાયું છે. માત્ર પ્રવેશ જ નહીં, પીવાના પાણી અને શૌચાલય સુવિધાની પણ સમીક્ષા કરાશે આ વખતના પ્રવેશોત્સવમાં માત્ર બાળકોના નામાંકન પૂરતું જ ધ્યાન કેન્દ્રિત કરવામાં નહીં આવે, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ પર પણ નજર રખાશે. મહોત્સવ દરમિયાન અધિકારીઓ દ્વારા શાળાઓ અને તેના પરિસરની હયાત સ્થિતિ, પીવાના શુદ્ધ પાણીની સુવિધા, કન્યા-કુમાર શૌચાલય તેમજ શૈક્ષણિક વાતાવરણ અને ઓરડાઓની પણ ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરવામાં આવશે. બાલવાટિકાથી લઈને છેક ઉચ્ચત્તર માધ્યમિક સુધીના તમામ બાળકો, વાલીઓ અને ગામના સ્થાનિક અગ્રણીઓને આ મહોત્સવમાં હાજર રાખી શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિભાગે મજબૂત સંકલન સાધ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પાણીની અછત વચ્ચે પાણીનો વેડફાટ થતાં સ્થાનિકોમાં રોષ:કોઠી ચાર રસ્તે વાલ્વ લીક થતાં ઊંચા ફુવારા ઉડ્યા; હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વેડફાયું
    Next Article
    જામનગરનાં સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરે ભક્તોની લાંબી કતારો:પરષોત્તમ માસની સોમવારી અમાસ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ વહેલી સવારથી ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment