Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીની અછત વચ્ચે પાણીનો વેડફાટ થતાં સ્થાનિકોમાં રોષ:કોઠી ચાર રસ્તે વાલ્વ લીક થતાં ઊંચા ફુવારા ઉડ્યા; હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વેડફાયું

    4 days ago

    વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા કોઠી ચાર રસ્તા વિસ્તારમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. અહીં મુખ્ય માર્ગ પર આવેલી પાણીની મુખ્ય લાઈનના વાલ્વમાં મોટું લીકેજ સર્જાતાં પાણીના ઊંચા ફુવારા ઉડ્યા હતા. આ ગંભીર લીકેજના કારણે હજારો લીટર પીવાનું ચોખ્ખું પાણી રસ્તા પર વહી ગયું હતું અને જોતજોતામાં સમગ્ર ચાર રસ્તા પાણીમય બની ગયા હતા. એકતરફ લોકોને પીવાનું પૂરતું પાણી નથી મળતું બીજી તરફ વ્યય સ્માર્ટ સિટીના દાવા કરતા તંત્રના પાપે આ પ્રકારે કિંમતી પાણીનો આડેધડ વ્યય થતાં સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી, ત્યારે બીજી તરફ આવી લાપરવાહીને કારણે હજારો લીટર પાણી ગટરોમાં વહી રહ્યું છે. શહેરમાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે. પાણીના પોકાર વચ્ચે પાણીનો મોટાપાયે વ્યય જોવા મળે છે ત્યારે તંત્રએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. રાહદારીઓ અને દુકાનદારોને મુશ્કેલી આ ઘટનાને પગલે કોઠી ચાર રસ્તેથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહનો સ્લિપ થવાનો ભય સર્જાયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ પણ નિર્માણ પામી હતી. આ ઉપરાંત, રસ્તાની આસપાસ દુકાનો ધરાવતા સ્થાનિક વેપારીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વેપારીઓના ધંધા-રોજગાર પર માઠી અસર પડતાં અને ગ્રાહકોને આવવામાં તકલીફ થતાં તેઓમાં પાલિકાની નબળી કામગીરી સામે ભારે રોષ ફેલાયો હતો. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે પાલિકા તંત્રને આવી ઘટનાઓની વહેલી તકે જાણ કરવા છતાં પણ સમયસર કોઈ પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે જનતાએ ભોગવવાનો વારો આવે છે. અધિકારીઓ કલાકો સુધી ન દેખાયા વડોદરાના કેટલાય વિસ્તારોમાં હાલમાં પૂરતા પ્રેશરથી પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે આવા સમયે મુખ્ય લાઈનમાંથી થતો પાણીનો આ બગાડ તંત્રની પોકળ પ્રિ-મોન્સૂન કામગીરી અને જાળવણીના અભાવને ખુલ્લો પાડે છે. હજારો લીટર પાણી પાલિકા તંત્રના પાપે રસ્તા પર વહી ગયા બાદ પણ તંત્રના જવાબદાર અધિકારીઓ કલાકો સુધી ઘટનાસ્થળે ડોકાયા ન હતા. સ્થાનિક નાગરિકોએ સત્વરે આ લીકેજ રિપેર કરી પાણીનો વ્યય અટકાવવા અને બેદરકાર અધિકારીઓ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નર્મદા ભાજપમાં ભડકો:કાર્યક્રમમાં પ્રોટોકોલ ન જળવાતા નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખનો વોકઆઉટ, સાંસદ મનસુખ વસાવા સાથે ધરણાં પર બેઠા
    Next Article
    23 જૂનથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ:બાલવાટિકાથી ઉચ્ચત્તર માધ્યમિક સુધી 100% નામાંકનનું લક્ષ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment