Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઈકનું સ્ટેન્ડ યુવકના પગ સોંસરવું ઘૂસી ગયું:લોહીલુહાણ હાલતમાં સુરત સિવિલ પહોંચ્યો; દૃશ્યો જોઈને ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા

    5 days ago

    આજરોજ સુરત શહેરના ભટાર વિસ્તારમાં એક વિચિત્ર અને હૃદય કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. એક બાઈકચાલક યુવક સાથે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકનું લોખંડનું સાઈડ સ્ટેન્ડ યુવકના પગમાં આરપાર ઘૂસી ગયું હતું. ગંભીર રીતે ઘવાયેલા યુવકને આ લોખંડના સળિયા સાથે જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા હોસ્પિટલ પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ યુવક પીડાથી તરફડ્યો, સ્થાનિકો મદદે દોડ્યા ભટાર રોડ પર બનેલી આ ઘટનાને પગલે આસપાસના રાહદારીઓ અને સ્થાનિક દુકાનદારો તાત્કાલિક યુવકની વહારે ધસી આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવક અસહ્ય પીડાના કારણે રસ્તા પર જ તરફડી રહ્યો હતો. યુવકના પગમાં સ્ટેન્ડ ખુંપી ગયેલું જોઈને લોકો પણ એક ક્ષણ માટે ઘબરાઈ ગયા હતા. જોકે, સ્થાનિકોએ હિંમત હાર્યા વગર નજીકની દુકાનોમાંથી કટીંગના સાધનો મંગાવીને લોખંડના સ્ટેન્ડને બાઈકથી અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી યુવકને હોસ્પિટલ પહોંચાડી શકાય. 108ની ટીમ ત્વરિત દોડી આવી, સિવિલમાં ઈમરજન્સી એલર્ટ ઘટના અંગે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાની સાથે જ પેરામેડિકલ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. યુવકના પગમાં સ્ટેન્ડ હોવા છતાં તેને અત્યંત સાવચેતીપૂર્વક એમ્બ્યુલન્સમાં સુવડાવી નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં જ્યારે યુવકને સ્ટ્રેચર પરથી ઉતારવામાં આવ્યો, ત્યારે તેના પગમાં ઘૂસેલું લાંબુ લોખંડનું સ્ટેન્ડ જોઈને ત્યાં હાજર અન્ય દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ અને ખુદ ફરજ પરના તબીબો પણ ક્ષણભર માટે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તબીબોની ટીમે તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના તબીબોએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને વિલંબ કર્યા વગર સિનિયર ડોક્ટર્સ અને સર્જનની ટીમને બોલાવી લીધી હતી. યુવકને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર, પગની મુખ્ય નસો બચી ગઈ છે કે નહીં તે તપાસીને અત્યંત જહેમતપૂર્વક પગમાંથી આ સ્ટેન્ડ બહાર કાઢવાની સર્જરી શરૂ કરવામાં આવી છે. રાહદારીઓની સતર્કતાએ યુવકનો જીવ બચાવ્યો સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જો અકસ્માત સમયે લોકોએ સમયસૂચકતા વાપરીને યુવકને એ જ હાલતમાં રાખ્યો ન હોત અને જાતે જ સ્ટેન્ડ ખેંચવાનો પ્રયાસ કર્યો હોત, તો વધુ પડતું લોહી વહી જવાથી યુવકનો જીવ જોખમમાં મુકાઈ શકત. સ્થાનિકોની સતર્કતા અને 108ની ઝડપી કામગીરીના કારણે યુવકને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાયો છે, જેને પગલે તેની સ્થિતિ હાલ કાબૂમાં હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    TMCમાં ભંગાણથી રાજ્યસભામાં NDAને ફાયદો:NDA રાજ્યસભામાં બે-તૃતીયાંશથી 16 બેઠક પાછળ, લોકસભામાં પણ સંખ્યા ઓછી
    Next Article
    13 વર્ષની સગીરાના ગર્ભપાત માટે હાઇકોર્ટની મંજૂરી:ત્રણ સિનિયર ગાયનેકોલોજિસ્ટ અને એક સાયકિયાટ્રિસ્ટની ટીમ બનાવો, તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરો, જૂનાગઢ મેડિકલ કોલેજ સુપ્રિટેન્ડન્ટને આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment