Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તિથલ બીચ પર અધિક માસ સોમવતી અમાસ:હજારો શ્રદ્ધાળુઓએ પિતૃતર્પણ કરી સ્નાન કર્યું

    6 days ago

    વલસાડના તિથલ દરિયા કિનારે પવિત્ર અધિક માસની સોમવતી અમાસ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ધાર્મિક દ્રષ્ટિએ દુર્લભ ગણાતા આ સંયોગનો લાભ લેવા વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને અન્ય વિસ્તારોમાંથી લોકો તિથલ પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓએ સમુદ્ર સ્નાન કરી પિતૃતર્પણ વિધિ કરી હતી અને પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. સ્થાનિક વિદ્વાન બ્રાહ્મણ અને પૂજારી નિકુંજભાઈ દવેએ આ દિવસનું ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે હિન્દુ પંચાંગ મુજબ, સૂર્ય અને ચંદ્રની ગતિના કારણે દર ૩૨ મહિને એક અધિક માસ (પુરુષોત્તમ માસ) આવે છે. આ વર્ષે અધિક માસમાં સોમવતી અમાસનો દુર્લભ સંયોગ બન્યો છે. શાસ્ત્રો અનુસાર, 'અધિકસ્ય ફલમ્ અધિકમ્' એટલે કે અધિક માસમાં કરાતા દાન, પુણ્ય અને જપનું ફળ અનેકગણું વધારે મળે છે. નિકુંજભાઈ દવેએ વધુમાં જણાવ્યું કે, વર્ષ દરમિયાન સોમવતી અમાસ ભાગ્યે જ આવે છે. આ દિવસે સમુદ્ર કિનારે પિતૃઓનું તર્પણ અને પિંડદાન કરવાનો વિશેષ મહિમા છે. ભગવાન નારાયણનો વાસ ક્ષીર સાગરમાં મનાય છે, તેથી સમુદ્ર દેવની સાક્ષીએ કરાતી આ વિધિથી સાત પેઢી સુધીના પિતૃઓને મોક્ષ મળે છે. વિષ્ણુ પુરાણમાં આ દિવસે દરિયામાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ દર્શાવાયું છે. આ પાવન અવસરે વલસાડના સ્થાનિક વિસ્તારો ઉપરાંત ધરમપુર, નાનાપોંઢા, નવસારી અને સુરત જેવા શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તિથલ કિનારે ઉમટી પડ્યા હતા. લોકોએ સમુદ્ર સ્નાન અને પિતૃતર્પણ કર્યા બાદ બ્રાહ્મણો અને ભિક્ષુકોને યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન, પાત્રદાન અને દક્ષિણા આપી પુણ્ય કમાવ્યું હતું. પૂજારી નિકુંજભાઈ દવેએ જણાવ્યું કે, જે શ્રદ્ધાળુઓ દરિયા કિનારે ન પહોંચી શક્યા હોય, તેઓ પોતાના ઘરના પાણીયારે પિતૃઓ નિમિત્તે દીવો પ્રગટાવીને પિતૃઓને તૃપ્ત કરી શકે છે. આ ઉપરાંત, આસપાસના બ્રાહ્મણોને સીધાનું (અનાજ) દાન આપીને પણ આ દિવસનું પુણ્ય મેળવી શકાય છે. હવે પછી આવો અધિક માસનો વિશેષ સંયોગ વર્ષ ૨૦૨૯માં ચૈત્ર માસ દરમિયાન જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    સમીના બાસ્પા બસ સ્ટેન્ડ પાસે ત્રિપક્ષીય અકસ્માત:કારની ટક્કરે બાઈક સ્કૂલવાનમાં ઘૂસ્યું, બે યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
    Next Article
    ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા મેયર મેદાને:રાજકોટ મનપા દ્વારા 1 વર્ષ ફૂડ વિભાગની અભૂતપૂર્વ અને કડક મેગાડ્રાઇવ યોજવાની કરી જાહેરાત, ભેળસેળ કરનારાઓને આતંકીઓ સાથે સરખાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment