Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમીના બાસ્પા બસ સ્ટેન્ડ પાસે ત્રિપક્ષીય અકસ્માત:કારની ટક્કરે બાઈક સ્કૂલવાનમાં ઘૂસ્યું, બે યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત

    6 days ago

    સમીના બાસ્પા બસ સ્ટેન્ડ પાસે ત્રિપક્ષીય અકસ્માત સર્જાયો હતો. એક મારુતિ કારની ટક્કર વાગતા બાઈક સ્કૂલવાનમાં ઘૂસી ગયું હતું. આ ઘટનામાં બાઈક પર સવાર મહંમદપુરા (બાસ્પા) ગામના બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બાસ્પા બસ સ્ટેન્ડ નજીક એક મારુતિ કારે બાઈકને ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક નિયંત્રણ ગુમાવી સામેથી આવી રહેલી એક સ્કૂલવાનની અંદર ઘૂસી ગયું હતું. આ ગંભીર અકસ્માતમાં બાઈક પર સવાર બંને યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાધનપુરની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતના કારણે બાસ્પા બસ સ્ટેન્ડ વિસ્તારના મુખ્ય માર્ગ પર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રસ્તાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વાહનોને ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત સંદર્ભે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રીનીટના પેપરની લાલચ આપી 1 હજાર વિદ્યાર્થી પાસેથી પૈસા પડાવ્યા:1.50 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા, ગેમિંગ વેબના એકાઉન્ટમાંથી પૈસાનો ખેલ કરી દેતા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણની ધરપકડ કરી
    Next Article
    તિથલ બીચ પર અધિક માસ સોમવતી અમાસ:હજારો શ્રદ્ધાળુઓએ પિતૃતર્પણ કરી સ્નાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment