Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં બેફામ કારે ત્રણને અડફેટે લીધા:બાઇક-એક્ટિવાને ટક્કર, બે વાહન મહિલાઓ પર પડ્યા; ચાલક ઝડપાયો

    6 days ago

    હિંમતનગરના પોલોગ્રાઉન્ડ નજીક સિનેમા રોડ પર ગત રાત્રિએ એક બેફામ કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં બે મહિલા સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કારે ઘર આગળ બેઠેલા લોકોને અડફેટે લીધા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે કારનો પીછો કરીને ચાલક સહિત બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા અને તેમને બી ડિવિઝન પોલીસને સોંપ્યા હતા. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અંબર સિનેમા રોડ પર પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. તેણે ઘર આગળ બેઠેલા પ્રદીપ સોમાભાઈ રાઠોડ, પૂજા પ્રદીપભાઈ રાઠોડ અને ગીતાબેન સોલંકીને ટક્કર મારી હતી. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં એક બાઇક અને એક એક્ટિવાને પણ નુકસાન થયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર અને તેના ચાલકની ધરપકડ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પરશુરામ ક્રેડિટ સોસાયટીએ રૂ. 3.23 લાખનો નફો કર્યો:પાટણવાડા બ્રહ્મ સમાજ સંચાલિત સંસ્થાની સાધારણ સભા મળી
    Next Article
    વિર વિદરકા ગામ પાસેથી દેશી બંદૂક સાથે શખ્સ પકડાયો:મોરબી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે 5 હજારની બંદૂક જપ્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment