Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરશુરામ ક્રેડિટ સોસાયટીએ રૂ. 3.23 લાખનો નફો કર્યો:પાટણવાડા બ્રહ્મ સમાજ સંચાલિત સંસ્થાની સાધારણ સભા મળી

    6 days ago

    પાટણવાડા બ્રહ્મ સમાજ સંચાલિત પરશુરામ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા રવિવારે સમાજના વિદ્યાર્થી ભૂવન સંકુલ ખાતે યોજાઈ હતી. આ સભા પ્રમુખ કિર્તીભાઈ ઠાકરના અધ્યક્ષપદે મળી હતી. આ સભામાં વર્ષ 2025-26ના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મંડળીએ ગત વર્ષે કરેલા રૂ. 3.23 લાખના નફા સહિતના હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપપ્રમુખ અમૃતલાલ મહેતાએ મંડળીને ફડચામાંથી બચાવવામાં પ્રમુખ કિર્તીભાઈ ઠાકરની જહેમતની મુક્તમને પ્રશંસા કરી હતી. તેમના યોગદાન બદલ કિર્તીભાઈ ઠાકરનું શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાધારણ સભામાં મુખ્ય મહેમાન તરીકે ધરમોડાના વતની અને હાલ અંબાજી ખાતે રહેતા જાણીતા એડવોકેટ જયદેવભાઈ દવે, સુનિલભાઈ વ્યાસ, ભોજન દાતા મુકેશભાઈ પંડ્યા અને મંત્રી અશ્વિનભાઈ પંડ્યા સહિત મોટી સંખ્યામાં સભાસદ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ફર્નિચર કોન્ટ્રાક્ટરનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો:‘આ આત્મહત્યા નથી, સીધું મર્ડર છે’, ગંભીર આક્ષેપો સાથે પરિવારની નિષ્પક્ષ તપાસની માગ
    Next Article
    હિંમતનગરમાં બેફામ કારે ત્રણને અડફેટે લીધા:બાઇક-એક્ટિવાને ટક્કર, બે વાહન મહિલાઓ પર પડ્યા; ચાલક ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment