Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફર્નિચર કોન્ટ્રાક્ટરનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો:‘આ આત્મહત્યા નથી, સીધું મર્ડર છે’, ગંભીર આક્ષેપો સાથે પરિવારની નિષ્પક્ષ તપાસની માગ

    6 days ago

    સુરતના સિટી લાઈટ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક બહુમાળી ઇમારતની સાઇટ પર કામ કરી રહેલા 40 વર્ષીય ફર્નિચર કોન્ટ્રાક્ટર મંગેશ સુતારનો શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને નજીકના મિત્રો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, આ આત્મહત્યા કે અકસ્માત નથી, પરંતુ આર્થિક વિવાદ અને માનસિક ત્રાસના કારણે નીપજાવવામાં આવેલી હત્યા છે. યુવકનો શંકાસ્પદ મૃતદોહ મળ્યો હતો મળતી વિગતો અનુસાર, મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના વતની અને છેલ્લા 8થી 9 વર્ષથી સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાશ ચોકડી પાસે પરિવાર સાથે સ્થાયી થયેલા 40 વર્ષીય મંગેશ સુતાર વ્યવસાયે ફર્નિચર કોન્ટ્રાક્ટર હતા. તેઓ સુરતના પોશ ગણાતા સિટી લાઈટ વિસ્તારમાં આવેલી 'નવમંગલ સોસાયટી'માં એક સાઇટ પર ફર્નિચરનું કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હતા. રવિવારે મોડીરાત્રે અથવા સોમવારે વહેલી સવારે શંકાસ્પદ સંજોગોમાં ઇમારત નીચેથી તેમનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેનાથી સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. રહસ્યમય સંજોગો અને સ્થળ પર બિલ્ડર-સ્ટાફની ગેરહાજરી મૃતક મંગેશભાઈના મિત્ર કલ્પેશ બાફનાએ જણાવ્યું કે, સવારે આશરે 6 વાગ્યાની આસપાસ અમને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે મંગેશભાઈ સાથે કોઈ મોટી દુર્ઘટના ઘટી છે. જ્યારે અમે તાત્કાલિક ઘટનાસ્થળે એટલે કે સેટેલાઇટ-સિટી લાઈટ રોડ પર આવેલી નવમંગલ સોસાયટી પહોંચ્યા, ત્યારે મંગેશભાઈનો મૃતદેહ ત્યાં નીચે જમીન પર પડ્યો હતો. સૌથી આશ્ચર્યજનક અને શંકાસ્પદ બાબત એ હતી કે સોસાયટીના કોઈ સભ્યો કે જે સાઇટ પર તેઓ રાત-દિવસ કામ કરી રહ્યા હતા તે સાઇટના માલિક કે બિલ્ડર ત્યાં હાજર નહોતા. કોઈ અકસ્માત થયો હોય તો પણ સાઇટના લોકોનું ત્યાંથી ગાયબ થઈ જવું અનેક રહસ્યો અને સવાલો ઊભા કરે છે. ધક્કો મારી નીચે ફેંકી દેવાયાનો ગંભીર આક્ષેપ પરિવાર અને મિત્રોનો સૌથી મોટો અને ગંભીર આક્ષેપ એ છે કે, મંગેશ સુતારનું મોત કોઈ અકસ્માત કે આત્મહત્યા નથી, પરંતુ તેમને બિલ્ડિંગની સાઇટ પરથી કોઈએ જાણીજોઈને ધક્કો મારી નીચે ફેંકી દીધા છે. કલ્પેશભાઈએ સ્પષ્ટ શબ્દોમાં આશંકા વ્યક્ત કરી છે કે જે રીતે ઘટનાસ્થળ પરથી બિલ્ડર અને અન્ય સ્ટાફ ફરાર થઈ ગયો છે, તે જોતા સ્પષ્ટ જણાય છે કે કોઈ મોટી બબાલ બાદ મંગેશભાઈને ઉપરથી નીચે ફેંકી દઈ મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ ઘાતકી કૃત્ય પાછળ સાઇટના માલિકો અથવા તેમની સાથે સંકળાયેલા લોકોનો હાથ હોવાની પૂરેપૂરી સંભાવના પરિવારે દર્શાવી છે. આર્થિક લેતી-દેતી, જબરદસ્તી કામ અને માનસિક ત્રાસનો વિવાદ મોતના મુખ્ય કારણોના મૂળમાં પૈસાની લેતી-દેતી અને જબરદસ્તીથી કામ કરાવવાનો મુદ્દો હોવાનું આક્ષેપ છે. મિત્ર વર્તુળના જણાવ્યા અનુસાર, સામેની પાર્ટી મંગેશભાઈને લાંબા સમયથી આર્થિક મુદ્દે ભારે હેરાન-પરેશાન કરી રહી હતી. મંગેશભાઈએ કરેલા કામના લાખો રૂપિયા રોકી રાખવામાં આવ્યા હતા અને પેમેન્ટ ચૂકવ્યા વગર જ તેમની પાસે જબરદસ્તીથી વધુ કામ કરાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ આર્થિક ખેંચતાણ અને સામેની પાર્ટી દ્વારા આપવામાં આવતા સતત માનસિક ત્રાસના કારણે મંગેશભાઈ છેલ્લા કેટલાક સમયથી અત્યંત ચિંતાતુર અને માનસિક દબાણમાં જીવી રહ્યા હતા. રાજકીય વગનો રોફ અને ધમકીઓ મૃતક મંગેશભાઈએ મોતના થોડા દિવસો પહેલા પોતાના મિત્રોને જણાવ્યું હતું કે, સામેની પાર્ટી અત્યંત મજબૂત રાજકીય વગ ધરાવે છે. તેઓ પોતાની આ સત્તા અને પૈસાના જોરે ખૂબ જ રોફ જમાવતા હતા અને અવારનવાર ધમકીઓ આપતા હતા કે જો ધાર્યું કામ નહીં થાય તો તેઓ કંઈપણ કરી બેસશે. આથી જ મંગેશભાઈ કોઈ મોટું નુકસાન થવાના ડરથી મિત્રોને પણ આ બાબતમાં વચ્ચે પડવાની ના પાડતા હતા. મજબૂત મનોબળ ધરાવતા વ્યક્તિના અણધાર્યા મોતથી પરિવાર પર આભ ફાટ્યું કલ્પેશ બાફનાએ ઉમેર્યું કે, "મંગેશભાઈ ખૂબ જ શાંત, સરળ અને અદભુત સહનશક્તિવાળા માણસ હતા. તેઓ જીવનની ગમે તેવી મોટી મુશ્કેલીઓનો હસતા મુખે સામનો કરી શકે તેવા મજબૂત મનોબળના ધની હતા. તેઓ ક્યારેય પોતે આપઘાત જેવું કોઈ કાયરતાપૂર્ણ કે ખોટું પગલું ભરી જ ન શકે. આ એક સીધો મર્ડરનો કેસ છે જેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે." મંગેશભાઈના આવા અણધાર્યા અવસાનથી પાંડેસરામાં રહેતા તેમના પરિવાર પર આભ ફાટ્યું છે. મૃતકના પરિવારમાં તેમની પત્ની અને બે નાની માસૂમ દીકરીઓ છે, જેમના માથા પરથી પિતાનું છત્ર છીનવાઈ જતાં પરિવાર આક્રંદ કરી રહ્યો છે. મૃતકના વૃદ્ધ પિતા હજુ પણ વતનમાં રહે છે, જેમને આ આઘાતજનક સમાચાર મળતા જ તેઓ સુરત આવવા રવાના થયા છે. ન્યાયની માંગ સાથે પોલીસ રજૂઆત અને ઊંડાણપૂર્વકની તપાસ આ સમગ્ર મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરવામાં આવી છે. પરિવાર અને રાજસ્થાની સમાજના અગ્રણીઓએ એકત્ર થઈને પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી છે. પરિવારે પોલીસ અધિકારીઓ સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરતા જણાવ્યું છે કે જ્યાં સુધી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં નહીં આવે અને કથિત રાજકીય વગ ધરાવતા આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ જંપશે નહીં. હાલમાં ઉમરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, પરિવારના ગંભીર આક્ષેપો અને આર્થિક વિવાદના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને બિલ્ડિંગ સાઇટના સીસીટીવી ફૂટેજ તેમજ કોલ ડિટેઇલ્સના આધારે આગળની સઘન તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ટંકારા ડેમી-2 ડેમના બે દરવાજા ખોલાયા:સરકારી મંજૂરી બાદ પાણી છોડાયું, હેઠવાસના ગામોને એલર્ટ
    Next Article
    પરશુરામ ક્રેડિટ સોસાયટીએ રૂ. 3.23 લાખનો નફો કર્યો:પાટણવાડા બ્રહ્મ સમાજ સંચાલિત સંસ્થાની સાધારણ સભા મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment