Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિએ કહ્યું: 'આજે તો મારે આપઘાત કરવો છે':પત્ની સાથેના ઘર કંકાસને લઈને કંટાળેલો પતિ પત્નીને લઈને વડોદરા નજીક મહીસાગર નદી ખાતે પહોંચ્યો, પોલીસે યુવકને આપઘાત કરતો બચાવ્યો ને કાઉન્સેલિંગ કર્યું

    6 days ago

    મહીસાગર નદીમાં આત્મહત્યાનો પ્રયાસ કરવા ગયેલા યુવકને નંદેસરી પોલીસે બચાવી લીધો છે. જનરક્ષક-112ને મળેલી સૂચનાના આધારે ફાજલપુર નજીક મહીસાગર નદીના બ્રિજ પર પહોંચેલી પોલીસે સમયસર યુવકને બચાવી લીધો હતો અને અને યુવક અને તેની પત્નીને સુરક્ષિત રીતે બચાવી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કરણભાઈ જીવણભાઈ મારવાડી (ઉ.વ. 26), વડોદરા શહેરના ખોડિયારનગર, વ્હાઇટ વુડાના મકાનમાં પત્ની સાથે રહે છે. પત્ની સાથે ઘરેલુ કકળાટ અને રોજિંદા વિવાદોથી કંટાળી ગયો હતો અને યુવકે કહ્યું હતું કે, આજે તો મારે નદીમાં કૂદીને આપઘાત કરવો છે. જેથી પતિ તેની પત્નીને સાથે લઈને સમા વિસ્તારથી એક્ટિવા પર ફાજલપુર મહીસાગર બ્રિજ સુધી પહોંચ્યા હતા અને પતિએ આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. આ સમયે બંને વચ્ચેનો ઝઘડો જોઈને કોઈ વ્યક્તિએ તુરંત જ પોલીસને જાણ કરી દીધી હતી. જેથી જનરક્ષક 112ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પતિ પત્નીને નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા. જ્યાં નંદાસરી પોલીસ સ્ટેશનના પીઆઇ બી.ડી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ શૈલેષભાઈ રાઠોડ સહિતના સ્ટાફ અને મહિલા શી-ટીમ દ્વારા સાંત્વના કેન્દ્ર હેઠળ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા દંપતીને આત્મહત્યા કોઈપણ સમસ્યાનું સમાધાન નથી તેમજ જીવનના મૂલ્ય અંગે સમજણ આપી માનસિક હિંમત અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ બાદ દંપતીએ ભવિષ્યમાં આવું પગલું નહીં ભરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ બંનેને તેમના મામા કદમ હસમુખભાઈ વસંતરાવની હાજરીમાં રાજીખુશીથી પરિવારને સોંપવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં દંપતી અને તેમના પરિવારજનોએ પોલીસની માનવતાભરી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદના સંકેત, 7 દિવસની આગાહી:ભાવનગર બીજા દિવસ પણ સૌથી ગરમ; ચોમાસું 48થી 72 કલાકમાં MP પહોંચશે, યુપીમાં વાવાઝોડાનું એલર્ટ
    Next Article
    વાંસદા પોલીસ સ્ટેશનમાં રક્તદાન શિબિર:વિશ્વ રક્તદાતા દિવસે 280 યુનિટ રક્ત એકત્ર, નવો કીર્તિમાન સર્જાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment