Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદા પોલીસ સ્ટેશનમાં રક્તદાન શિબિર:વિશ્વ રક્તદાતા દિવસે 280 યુનિટ રક્ત એકત્ર, નવો કીર્તિમાન સર્જાયો

    6 days ago

    વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે વાંસદા પોલીસ સ્ટેશન ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 280 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું, જે વાંસદા તાલુકાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં રક્ત એકત્ર થવાનો કીર્તિમાન છે. આ સિદ્ધિથી સમગ્ર વિસ્તારમાં માનવસેવા અને સામાજિક જવાબદારીનો ઉત્તમ સંદેશ પ્રસરી ગયો છે. આ રક્તદાન કેમ્પનું આયોજન વાંસદા પોલીસ સ્ટેશન, તિલક ગ્રુપ, જેસીઆઈ વાંસદા રોયલ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વાંસદાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય હેતુ થેલેસેમિયા, અકસ્માતગ્રસ્ત, ગંભીર બીમારીઓથી પીડિત તેમજ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો. આયોજકો દ્વારા રક્તદાન અંગે જાગૃતિ લાવવા અપીલ કરવામાં આવી હતી. વાંસદા નગર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો, સરકારી કર્મચારીઓ, વેપારીઓ, સામાજિક કાર્યકરો, શિક્ષકો, વિવિધ સંસ્થાઓના સભ્યો તથા સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે વાંસદા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હરેશ ચાંદુ, વાંસદા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડા તથા પોલીસ સ્ટાફના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ રક્તદાન અભિયાનને સફળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસ વિભાગ દ્વારા સમાજ પ્રત્યેની જવાબદારી અને સેવાભાવનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમમાં તિલક ગ્રુપના પ્રમુખ અંતરીક્ષ કેવત, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ જયવીન્દ્રસિંહ સોલંકી, પ્રદ્યુમનસિંહ સોલંકી, એડવોકેટ વિજય પટેલ, કુલદીપ સુરતી, મિતુલ ભાવસાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોએ રક્તદાનના મહત્વ અંગે જણાવ્યું હતું કે રક્તનું કોઈ કૃત્રિમ ઉત્પાદન શક્ય નથી અને માનવ જીવન બચાવવા માટે રક્તદાન એ સૌથી મોટું દાન ગણાય છે. કેમ્પ દરમિયાન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની તબીબી ટીમે રક્તદાતાઓની આરોગ્ય તપાસ કરી સુરક્ષિત રીતે રક્ત સંગ્રહની કામગીરી હાથ ધરી હતી. રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ અભિનંદન આપી તેમની સેવાભાવનાને બિરદાવવામાં આવી હતી. વિશ્વ રક્તદાતા દિવસના અવસરે યોજાયેલા આ મહા રક્તદાન કેમ્પે સમાજમાં માનવતા, પરોપકાર અને જીવન બચાવવાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે. વાંસદા તાલુકાના ઇતિહાસમાં પ્રથમ વખત 280 યુનિટ રક્ત એકત્ર થતાં આયોજકો અને રક્તદાતાઓ સહિત સમગ્ર વાંસદા પંથકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    પતિએ કહ્યું: 'આજે તો મારે આપઘાત કરવો છે':પત્ની સાથેના ઘર કંકાસને લઈને કંટાળેલો પતિ પત્નીને લઈને વડોદરા નજીક મહીસાગર નદી ખાતે પહોંચ્યો, પોલીસે યુવકને આપઘાત કરતો બચાવ્યો ને કાઉન્સેલિંગ કર્યું
    Next Article
    Gujarat Rain Forecast LIVE | અંબાલાલે સારા વરસાદની તારીખો આપી દીધી ! | Weather | Monsoon | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment