Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદના સંકેત, 7 દિવસની આગાહી:ભાવનગર બીજા દિવસ પણ સૌથી ગરમ; ચોમાસું 48થી 72 કલાકમાં MP પહોંચશે, યુપીમાં વાવાઝોડાનું એલર્ટ

    6 days ago

    ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે વાતાવરણ સૂકું રહ્યું છે. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચુ મહત્તમ તાપમાન સતત બીજા દિવસે ભાવનગરમાં 41.4°C નોંધાયું. રાજ્યના તાપમાનમાં 1.3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, હાલમાં નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણાના વધુ ભાગો તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ ધરાવે છે. જોકે, ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. રાહતના સમાચાર એ છે કે, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. મોનસૂન અત્યાર સુધીમાં 19 રાજ્યોમાં પહોંચી ગયું છે. આગામી 48થી 72 કલાકમાં તેના મધ્ય પ્રદેશમાં પ્રવેશવાની સંભાવના છે. રાજ્યના લગભગ 30 જિલ્લાઓમાં આજે વાવાઝોડા અને વરસાદનું એલર્ટ છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પારો 41 ડિગ્રીને આંબી શકે રાજ્યના પાટનગર અને મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં આગામી દિવસોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ શકે છે, જેથી બપોરના સમયે સામાન્ય અકળામણ અને ગરમીનો અહેસાસ થશે. રવિવારે (14 જૂન) અમદાવાદનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.9 ડિગ્રી વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 29.0 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હાલના તબક્કે હવામાન વિભાગ દ્વારા માછીમારો માટે કે દરિયાકાંઠાના વિસ્તારો માટે આગામી 7 દિવસ સુધી કોઈ 'વેધર વોર્નિંગ' જાહેર કરવામાં આવી નથી. પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પ્રિ-મોન્સૂનની ગતિવિધિઓ જૂન મહિનાના આ અઠવાડિયામાં વેગ પકડશે તેવા મજબૂત સંકેતો મળી રહ્યા છે. 7 દિવસની આગાહી, 3 દિવસ દ. ગુજરાત, ત્યારબાદ સૌરાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી ચોમાસાની પ્રગતિ અને પવનની સ્થિતિ નૈઋત્યનું ચોમાસું હાલમાં નિર્ધારિત રેખા પર આગળ વધી રહ્યું છે. ચોમાસાની ઉત્તરીય રેખા (NLM) હાલમાં હરનાઈ, સોલાપુર અને હૈદરાબાદ થઈને પસાર થઈ રહી છે. આગામી 4થી 5 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના બાકીના ભાગો તેમજ પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અત્યંત સાનુકૂળ છે. પશ્ચિમ રાજસ્થાનથી ગંગાના પશ્ચિમ બંગાળ સુધી સર્જાયેલી મોસમી ટ્રફના કારણે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. આ પણ વાંચો… ચોમાસું 48થી 72 કલાકમાં MP પહોંચશે, યુપીના 32 જિલ્લાઓમાં વાવાઝોડાનું એલર્ટ, રાજસ્થાન સહિત 20 રાજ્યોમાં વરસાદની સંભાવના મોનસૂન અત્યાર સુધીમાં 19 રાજ્યોમાં પહોંચી ગયું છે. આગામી 48થી 72 કલાકમાં તેના મધ્ય પ્રદેશમાં પ્રવેશવાની સંભાવના છે. રાજ્યના લગભગ 30 જિલ્લાઓમાં આજે વાવાઝોડા અને વરસાદનું એલર્ટ છે. દેશના ઘણા રાજ્યોમાં પ્રી-મોનસૂન સક્રિય છે. હવામાન વિભાગ મુજબ, આજે 20થી વધુ રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે. રાજસ્થાનના 15 જિલ્લાઓમાં આજે વરસાદ પડી શકે છે. રવિવારે ચિત્તોડગઢમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉત્તર પ્રદેશના 32 જિલ્લાઓમાં આજે વરસાદનું એલર્ટ છે. આ દરમિયાન 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. 17 થી 20 જૂન વચ્ચે મોનસૂન સોનભદ્ર અને લલિતપુરના રસ્તે ઉત્તર પ્રદેશમાં પ્રવેશી શકે છે. દિલ્હીમાં રવિવારે મહત્તમ તાપમાન 38.5°C રહ્યું, જે સામાન્ય કરતાં 1.4°C ઓછું છે. સોમવારે હળવા વરસાદ સાથે તેજ પવનો ફૂંકાઈ શકે છે. બિહારના 19 જિલ્લાઓમાં આજે વરસાદ પડી શકે છે. મોનસૂનના પ્રવેશ છતાં ગરમી યથાવત છે. રવિવારે શેખપુરામાં 40°C તાપમાન નોંધાયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ઓગણજ સુધીની મંજૂરી:શતાબ્દી મહોત્સવ મેદાનમાં ખેડૂત સભા; ખેડૂતે કહ્યું- આતંકવાદી હોય તેવું વર્તન કરે છે; ગાંધીનગરમાં પોલીસ બંદોબસ્ત
    Next Article
    પતિએ કહ્યું: 'આજે તો મારે આપઘાત કરવો છે':પત્ની સાથેના ઘર કંકાસને લઈને કંટાળેલો પતિ પત્નીને લઈને વડોદરા નજીક મહીસાગર નદી ખાતે પહોંચ્યો, પોલીસે યુવકને આપઘાત કરતો બચાવ્યો ને કાઉન્સેલિંગ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment