Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ભૂગર્ભ ગટરની મુખ્ય કુંડી ફાટી:દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ પાલિકાએ પાળો બનાવ્યો; કારોબારી ચેરમેને કહ્યું- હાલમાં ખેતરોમાં જતું પાણી બંધ કરી દેવામાં આવ્યું

    5 days ago

    પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશનની મુખ્ય કુંડી ફાટી જતાં ગટરના ગંદા પાણી નજીકના ખાનગી ખેતરોમાં ફરી વળ્યા હતા. આ વિસ્તારમાંથી પીવાના પાણીની મુખ્ય કેનાલ પસાર થતી હોવાથી સ્થાનિકો અને ખેડૂતોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો હતો. દિવ્ય ભાસ્કર ડિજિટલના અહેવાલ બાદ પાલિકા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. રેલવે સ્ટેશન અને હંસાપુર ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશન સહિતના વિવિધ પમ્પિંગ સ્ટેશનોનું ગંદુ પાણી એક મુખ્ય ચેમ્બરમાં એકઠું થાય છે, જ્યાંથી તેને બહુચર પમ્પિંગ સ્ટેશન તરફ મોકલવામાં આવે છે. હાલમાં આ મુખ્ય કુંડી ફાટી જતાં ગટરનું ગંદુ પાણી ખુલ્લામાં વહી રહ્યું હતું અને ખાનગી ખેતરોમાં ફેલાઈ ગયું હતું. ખેતરોની બિલકુલ નજીકથી જ પીવાના પાણીની મુખ્ય કેનાલ પસાર થતી હોવાથી સ્વાસ્થ્યને લઈને ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, કારોબારી ચેરમેન નીલમ પટેલ, કોર્પોરેટર રોહિત પટેલ તેમજ વોટર વર્કસ શાખાના અધિકારી ભરતભાઈ મોદી અને ભૂગર્ભ ગટર શાખાના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે જેસીબી અને ટ્રેક્ટરની મદદથી ગંદા પાણીને ખેતરોમાં તેમજ કેનાલમાં જતું રોકવા માટે મજબૂત પાળો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કારોબારી ચેરમેન નીલમ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ખેતરોમાં જતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી સમયમાં ભૂગર્ભની ટાંકીનું સંપૂર્ણ રીનોવેશન કરીને પાણીને ખેતરોમાં જતું કાયમી ધોરણે અટકાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોડાસામાં નિવૃત વનકર્મચારીઓનું દ્વિતીય સ્નેહસંમેલન:ચાંદટેકરી નર્સરી ખાતે પ્રકૃતિ સંરક્ષણ માટે હાકલ
    Next Article
    શેઢાના ઝાડ કાપવા બાબતે વૃદ્ધ પર હુમલો:પાટણના વૌવા ગામમાં લાકડી-ગડદાપાટુથી માર, 4 સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment