Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં નિવૃત વનકર્મચારીઓનું દ્વિતીય સ્નેહસંમેલન:ચાંદટેકરી નર્સરી ખાતે પ્રકૃતિ સંરક્ષણ માટે હાકલ

    5 days ago

    અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના નિવૃત વનકર્મચારી મંડળનું દ્વિતીય સ્નેહસંમેલન મોડાસા સ્થિત ચાંદટેકરી સેન્ટ્રલ નર્સરી ખાતે યોજાયું હતું. નિવૃત ડીએફઓ એન.પી. મેવાડાની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં 200થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.વનવિભાગમાં વર્ષો સુધી સેવા આપીને વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા અધિકારીઓ, વહીવટી કર્મચારીઓ અને ફિલ્ડ સ્ટાફ સહિતના સભ્યો આ હરિયાળા વાતાવરણમાં એકત્ર થયા હતા. વર્ષો બાદ મળેલા નિવૃત વનકર્મીઓએ એકબીજાનું ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.આ પ્રસંગે નિવૃત ડીએફઓ એન.પી. મેવાડાએ જણાવ્યું હતું કે, "આપણે સરકારી ફરજોમાંથી ભલે નિવૃત્ત થયા હોઈએ, પરંતુ જંગલો અને વૃક્ષો સાથેનો આપણો સંબંધ ક્યારેય નિવૃત્ત થઈ શકતો નથી. લાખો વૃક્ષોના ઉછેર સાથે જોડાયેલું આપણું જીવન હંમેશા પ્રકૃતિના સંરક્ષણ માટે ધબકતું રહેશે."તેમણે નિવૃત્તિ બાદ પણ વનવિભાગની જનહિતલક્ષી પ્રવૃત્તિઓ, પર્યાવરણ જાગૃતિ અને સમાજસેવાના કાર્યોમાં સક્રિય સહભાગી બનવા સૌને આહ્વાન કર્યું હતું. આ સ્નેહસંમેલનમાં નિવૃત ACF એન.એચ. દેસાઈ, પી.ડી. પટેલ અને નિવૃત RFO એમ.વી. તિરવાલા, એમ.જે. સુતરીયા તેમજ નિવૃત હેડ ક્લાર્ક જે.એચ. ચૌહાણ, આર.જી. મકવાણા, પી.આર. વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નિવૃત વનકર્મચારીઓને એક પરિવારની જેમ એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી બનવા અને જીવનના આ નવા પડાવને સકારાત્મકતા તથા સેવાભાવ સાથે માણવાનો સંદેશ અપાયો હતો.વનની છાયામાં વિતાવેલા વર્ષોની યાદો, સાથીદારો સાથેની આત્મીય મુલાકાતો અને પ્રકૃતિ પ્રત્યેના અખંડ પ્રેમ વચ્ચે મોડાસાની ચાંદટેકરી નર્સરી ખાતે યોજાયેલ આ દ્વિતીય સ્નેહસંમેલન સૌ માટે યાદગાર બની રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઈરાન-અમેરિકા વચ્ચે સમજૂતીના સમાચારોથી શેરબજારમાં તેજી:સેન્સેક્સ 1200 પોઈન્ટ વધીને 76700 પર પહોંચ્યો, ઓટો અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી
    Next Article
    પાટણમાં ભૂગર્ભ ગટરની મુખ્ય કુંડી ફાટી:દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ પાલિકાએ પાળો બનાવ્યો; કારોબારી ચેરમેને કહ્યું- હાલમાં ખેતરોમાં જતું પાણી બંધ કરી દેવામાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment