Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂજવા ગામ પાસે ખાણીપીણીની ટપરીમાં કાર ઘૂસી:પશુ આડે આવતા દુર્ઘટના સર્જાઈ, ચાલકનો બચાવ

    1 day ago

    વલસાડ જિલ્લાના જૂજવા ગામ નજીક એક કાર રસ્તાની બાજુમાં આવેલી ખાણીપીણીની ટપરીમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ટપરીને ભારે નુકસાન થયું હતું, જોકે ટપરી સંચાલકનો બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલક સામે અચાનક એક પશુ આવી જતાં તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, કાર રસ્તા પરથી ઉતરીને સીધી ટપરીમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા કાર ચાલકને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ટપરી સંચાલક સમયસર સ્થળ પરથી ખસી જતાં મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ સ્કૂલના આચાર્યના પુત્રએ હોસ્ટેલના વિદ્યાર્થીને બનાવ્યો હવસનો શિકાર:સગીર ધો-10ની પરીક્ષા આપી વતન ગયો તો પણ પીછો ન છોડ્યો; પોક્સો-એટ્રોસિટી હેઠળ ગુનો
    Next Article
    LCB એ ધ્રોલમાંથી હથિયાર સાથે માથાભારે શખ્સ ઝડપ્યો:વિરેન્દ્રસિંહ જાડેજા પિસ્ટલ અને જીવતા કાર્ટીશ સાથે પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment