Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં વાહનચોરીનો વણઉકેલાયેલો ભેદ ઉકેલાયો:LCBએ ત્રણ મહિના પહેલાં ચોરાયેલી બાઇક સાથે એકને પકડ્યો

    1 week ago

    પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ભુજ શહેરમાં વધતી વાહનચોરીની ઘટનાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના એક અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. LCBની ટીમે ચોરીની મોટરસાઇકલ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ અગાઉ નોંધાયેલા ઘરફોડ અને વાહનચોરીના વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના અપાઈ હતી. આ સૂચનાના આધારે LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.પેટ્રોલિંગ દરમિયાન ટીમ આર.ટી.ઓ. સર્કલ નજીક પહોંચી ત્યારે ASI સુનિલભાઇ પરમાર અને પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજાને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે આર.ટી.ઓ. સર્કલથી આત્મારામ તરફ જતા માર્ગ પર આવેલા પાણીના ટાંકા નજીક શંકાસ્પદ રીતે ઉભેલા એક શખ્સ પર નજર રાખવામાં આવી. આ શખ્સે આછા ગુલાબી રંગનું ટી-શર્ટ પહેર્યું હતું અને તેની પાસે નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ હતી. પોલીસે શખ્સને અટકાવી વાહન અંગે પૂછપરછ કરતાં શરૂઆતમાં શંકા ઊભી થઈ હતી. ત્યારબાદ યુક્તિપૂર્વક પૂછપરછ કરવામાં આવતા તેણે આ મોટરસાઇકલ આશરે ત્રણ મહિના અગાઉ ભુજમાં PGVCL કચેરી સામે આવેલી ગલીમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી. વાહનની વિગતોની ચકાસણી કરતાં આ મોટરસાઇકલ અંગે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા. 14 જુલાઈ 2026ના રોજ ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું. પોલીસે આરોપી સતવિંદરસિંઘ ઉર્ફે દીપ સિકંદરસિંઘ, જે હાલ શકુર મંઘરાની વાડીમાં, ભાચુંડા, તા. અબડાસા ખાતે રહે છે, તેની ધરપકડ કરી છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન હોન્ડા કંપનીની સાઇન મોટરસાઇકલ (ચેસીસ નંબર ME4JC366E98256314), જેની અંદાજિત કિંમત રૂ.20 હજાર છે, તેમજ રૂ.5 હજારની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.25 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં ASI સુનિલભાઇ પરમાર, HC રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ધોરણ 11માં ભણતા સગીર-સગીરા ઘરેથી ભાગી ગયા:પોલીસે બંનેને વિલ્સન હિલ્સથી શોધી કાઢ્યા, શરીર સંબંધ બાંધ્યો હોવાનો ખુલાસો
    Next Article
    સોનું ₹1,703 વધીને ₹1.54 લાખ પર પહોંચ્યું:આ મહિને સોનું ₹11 હજાર મોંઘું થયું, ચાંદી આજે ₹2,531 વધીને ₹2.36 લાખ પ્રતિ કિલો થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment