Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇસરા ગામે બંધ મકાનમાંથી તસ્કરોનો હાથફેરો:કેશોદના ઇસરા ગામે પરિવાર સગાના ઘરે ગયો ને તસ્કરો બંધ મકાનમાંથી દાગીના-રોકડા સહિત મોટી ચોરી કરી ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

    13 hours ago

    ​જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ઇસરા ગામે એક બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ લાખોની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારે પોલીસને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ શરૂ કરી છે. ગ્રામીણ વિસ્તારમાં ચોરીનો આ બીજો કિસ્સો પ્રકાશમાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. ​ઇસરા ગામના વતની રમેશભાઈ જોશીનો પરિવાર શનિવારે રાત્રે કેશોદ તાલુકાના જ નુનારડા ગામે પોતાની બહેનના ઘરે ગયો હતો. આ દરમિયાન તેમનું મકાન બંધ હતું જેનો લાભ ઉઠાવીને અજાણ્યા ચોરોએ તાળા તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. મોડી રાત્રે તસ્કરોએ આખું ઘર વેરવિખેર કરીને કિંમતી સામાનની ઉઠાંતરી કરી હતી. ​રવિવારે સવારે આસપાસમાં રહેતા પાડોશી ગાયોને નીણ નાખવા માટે નીકળ્યા ત્યારે રમેશભાઈના ઘરના ડેલાનું તાળું ખુલ્લું જોવા મળ્યું હતું. પાડોશીએ કુતૂહલવશ અંદર જઈને જોયું તો ઘરના મુખ્ય દરવાજાનું તાળું પણ તૂટેલું હતું અને અંદર બધો સામાન વેરવિખેર પડ્યો હતો. આ દ્રશ્ય જોઈને તેમણે તુરંત જ મકાનમાલિકના પુત્રને અને પરિવારને ફોન દ્વારા આ ચોરીની ઘટના અંગે માહિતગાર કર્યા હતા. ​ચોરીની જાણ થતાં જ રમેશભાઈનો પરિવાર તાત્કાલિક પોતાના ઘરે દોડી આવ્યો હતો. ઘરમાં તપાસ કરતા સોનાનો એક સેટ, ચાર જોડી બુટ્ટી, સોનાની વીંટી તેમજ ચાંદીના નજરિયા, ચાંદીની બે પોંચીઓ, લકી, હાંસડીની જોડી, કંદોરો, ઓમકાર, ચાંદીના સિક્કા, ચાંદીની ગાય અને તુલસીના ક્યારા સહિતની નાની-મોટી અનેક કિંમતી વસ્તુઓ ગાયબ હતી. આ ઉપરાંત તસ્કરો ઘરમાં રાખેલા રોકડા રૂપિયા પચ્ચીસ હજાર પણ ચોરી ગયા હતા.ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘરની સ્થિતિનું બારીકાઈથી પંચનામું કરીને કાયદેસરની તપાસની કાર્યવાહી હાથ ધરી છે. પીડિત પરિવારે જણાવ્યું હતું કે ગામમાં ટૂંક સમયમાં જ ચોરીનો આ બીજો કિસ્સો બન્યો છે તેથી પોલીસે સઘન તપાસ કરીને તસ્કરોને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    પાંથાવાડા પોલીસે ટ્રેક્ટરના થ્રેસરમાંથી દારૂ ઝડપ્યો:ચોરખાનામાં છુપાવેલી 106 બોટલ સાથે બે આરોપી ઝડપાયા, 6.89 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    હારીજમાં સગીરા પર ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યું:ગર્ભવતી બનતા વાગોસણના આરોપીઓ સામે BNS, પોક્સો હેઠળ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment