Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંથાવાડા પોલીસે ટ્રેક્ટરના થ્રેસરમાંથી દારૂ ઝડપ્યો:ચોરખાનામાં છુપાવેલી 106 બોટલ સાથે બે આરોપી ઝડપાયા, 6.89 લાખનો મુદ્દામાલ જપ્ત

    12 hours ago

    બનાસકાંઠા જિલ્લાની પાંથાવાડા પોલીસે ગુંદરી બોર્ડર પરથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ટ્રેક્ટરના થ્રેસરમાં બનાવેલા ચોરખાનામાંથી કુલ 106 બોટલ દારૂ જપ્ત કર્યો છે. બુટલેગરોએ પોલીસથી બચવા માટે ટ્રેક્ટરના થ્રેસરમાં એક ખાસ ચોરખાનું બનાવ્યું હતું. જોકે, પોલીસે તેમની આ યુક્તિને નિષ્ફળ બનાવી દીધી હતી. જપ્ત કરાયેલા વિદેશી દારૂની કિંમત 2,79,628 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ બે શખ્સોની ઘટનાસ્થળેથી અટકાયત કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂ અને ટ્રેક્ટર સહિત કુલ 6,89,828 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નશાનાં કાળા કારોબારનો પર્દાફાશ:રાજકોટ SOGએ 42.08 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સનાં જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો ; 150 ફૂટ રિંગ રોડ પરથી ચોરીની 19 સાયકલો સાથે 4 કિશોરો ઝડપાયા
    Next Article
    ઇસરા ગામે બંધ મકાનમાંથી તસ્કરોનો હાથફેરો:કેશોદના ઇસરા ગામે પરિવાર સગાના ઘરે ગયો ને તસ્કરો બંધ મકાનમાંથી દાગીના-રોકડા સહિત મોટી ચોરી કરી ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment